રાજકોટ
News of Thursday, 4th March 2021

પ્રિપેઇડમાં બીએસએનએલની આકર્ષક ઓફરઃ અનલીમીટેડ કોલીંગ

દરરોજ ટુજીબી ડેટા, ૧૦૦ એસએમએસ વેલીડીટી ૬૦ દિવસ

રાજકોટઃ ભારત સરકારની સંપૂર્ણ સંચાલીત સ્‍વદેશી કંપની ભારત સંચાર નીગમ લીમીટેડ (બીએસએનએલ) દ્વારા એક આકર્ષક ઓફર પ્રિપેઇડ મોબાઇલ ફોનના નવા ગ્રાહકો માટે બહાર પાડવામાં આવી છે.  આ ઓફરમાં તદન નજીવા દરે અનલીમીટેડ કોલીંગ કોઇપણ નેટવર્ક પર ભારતભરમાં થઇ શકશે. આ ઉપરાંત ઇન્‍ટરનેટ ડેટા ૨ જીબી દરરોજ, ૧૦૦ એસએમએસ દરરોજ મળશે. જેની વેલીડીટી ૬૦ દિવસની રહેશે. મોબાઇલ ધારકોએ આ ઓફરનો લાભ લેવા નજીકના બીએસએનએલ ગ્રાહક સેવા કેન્‍દ્ર અથવા ફ્રેન્‍ચાઇસીના કાર્યાલય પર મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

(3:58 pm IST)