રાજકોટ
News of Thursday, 4th March 2021

કરવેરા વધાર્યા વગરનું વિકાસલક્ષી સમતોલ બજેટ : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ, તા. ૪ :  ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવેલ છે કે, ચાલુ વર્ષના બજેટમાં ખેડૂત અને ખેતીના વિકાસ ઉપર વધુ ભાર મુકીને ૭ર૩ર કરોડની જોગવાઇ કરેલ છે. જેમાં વાવણીથી કાપણી સુધીનો સમાવેશ થાય છે.

શહેરી વિસ્તારમાં પપ૦૦૦ આવાસ ઉભા કરવા માટે ૯૦૦ કરોડની સહાયની જોગવાઇ. રેલ્વે ઓવરબ્રીજ નવા ૬૮ બનાવવા માટે ૩૪૦૦ કરોડની જોગવાઇ તેમજ ગાંધીનગર-અમદાવાદ-રાજકોટને જોડતા ૬ માર્ગીય કામ જે પ્રગતિ હેઠળ છે. તેના માટે ર૬ર૦ કરોડની જોગવાઇ ખેડૂતો ખેતીના કનેકશન માટે આપણે વિજળીના છેલ્લા ર૦ વર્ષથી એક પણ પૈસાનો દર વધારેલ નથી.  રૂક ટોપ સોલાર વિજળી માટે ૩ લાખ ઘરોને સમાવી લઇને તેના માટે ૮૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. સૌરાષ્ટ્રની કરોડરજજુ સમાન સૌની યોજનાના આગલા તબક્કા માટે ૧૦૭૧ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. આમ સમગ્ર રીતે વેરા વગરનું વિકાસ લક્ષી બજેટ બધી રીતે આવકારદાયી હોવાનું ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે.

(2:51 pm IST)