રાજકોટ
News of Monday, 4th March 2019

ભાજપ દ્વારા વિજય સંકલપ બાઇક રેલી

'હર બુથ જાયેંગે મોદીજીકો લાયેંગે' નારા સાથે યુવાનો વિસ્તારો ઘુમી વળ્યા

રાજકોટ : લોકસભાની ચુંટણી અન્વયે દરેક વિધાનસભા ક્ષેત્રમાં વિજય સંકલ્પ બાઇક રેલી યોજાય રહી છે. તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા પણ આવી રેલી યોજવામાં આવતા ૪ હજારથી વધુ યુવાનો જોડાયા હતા. 'હર બુથ જાયેંગે મોદીજીકો લાયેંગે' નો નારો ગજાવી બાઇક ઉપર વિવિધ વિસ્તારો ફરી વળ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અનિલભાઇ પારેખ, અજય પરમાર, સંજયભાઇ કોરડીયા, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, રઘુ ધોળકીયા, નિતીન ભૂત, સંગીતાબેન છાયા, કાશ્મીરાબેન નથવાણી, ચારૂબેન ચૌધરી, દિલીપભાઇ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, મોહનભાઇ વાડોલીયા, દિનેશ કારીયા, મનીશ ભટ્ટ, પ્રફુલભાઇ કાથરોટીયા, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, સુરેન્દ્રસિંહ વાળા, નિલેશ જલુ, જીજ્ઞેશ જોષી, રાજુભાઇ માલધારી, અશ્વીન પાંભર, પ્રદીપ ડવ, કંચનબેન સિધ્ધપુરા, કલ્પનાબેન કિયાડા, અશોક લુણાગરીયા, બાબુભાઇ ઉઘરેજા, પરેશ પીપળીયા, જીણાભાઇ ચાવડા વગેરે રેલી પ્રસ્થાન સમયે ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા ૬૮ માં મોરબી રોડ જકાતનાકા ખાતેથી, વિધાનસભા ૬૯ માં એ.જી. ચોક ખાતેથી વિધાનસભા ૭૦-૭૧ માં માલવીયા ચોક ગોંડલરોડ ખાતેથી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતુ. ભારત માતાકી જય ના નારા લગાવાયા હતા. સમગ્ર રેલીને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, યોગેશ ભુવા, વિપુલ માખેલા, નિલેશ ખુંટ, સંજય ચાવડા, મનુ વઘાસીયા, દીપક પનારા, રમેશ અકબરી સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:17 pm IST)