રાજકોટ
News of Saturday, 4th February 2023

બોટાદનાં ઢાંકણીયા ગામમાં એક યુવકની હત્‍યાઃ ર વ્‍યકિત ગંભીર

જૂની અદાવતમાં હુમલો થતા દોડધામઃ આરોપીઓની શોધખોળ

બોટાદ તા. ૪ :.. બોટાદના ઢાંકણીયામાં એક યુવકની હત્‍યા થતા સનસનાટી મચી  ગઇ છે. જયારે ર ને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે ૩૦ વર્ષીય નવઘણભાઇ ઝાલાભાઇ જોગરાણાની જૂની અદાવતમાં કરપીણ હત્‍યા કરાઇ છે. અન્‍ય બે વ્‍યકિત મુનાભાઇ જોગરાણા તેમજ તેજાભાઇ જોગરાણાને ગંભીર ઇજાઓ થતા બોટાદ તેમજ ભાવનગર હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ઢાંકણીયા ગામે યુવાનની હત્‍યાની જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસ નો કાફલો સરકારી સોનાવાલા હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યો હતો. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(4:36 pm IST)