શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહીત કોંગ્રેસના રર ઉમેદવાર ફાઇનલઃ વોર્ડ નં. રમાં પીઢ આગેવાન પ્રદીપ ત્રિવેદીનું નામ ઉભર્યુ
રાજકોટ, તા., ૪: આજે બપોરે ભાજપના ૧૮ વોર્ડના ૭ર ઉમેદવારોની સતાવાર યાદી બહાર પડી ગઇ છે ત્યારે રાજકોટ કોંગ્રેસના ફાઇનલ મનાતા રર ઉમેદવારોના નામ સપાટી પર આવ્યા છે. દરમિયાન વોર્ડ નં. ર માંથી પીઢ કોંગ્રેસી આગેવાન અને એડવોકેટ પ્રદીપ ત્રિવેદીનું નામ ઓચીંતુ ચર્ચામાં આવ્યું છે.
બપોરે ર વાગ્યે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું છે કે, રર જેટલા ઉમેદવારો લગભગ ફાઇનલ મનાય છે. છતાં પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડા દ્વારા અંતિમ યાદી પર સાંજ સુધીમાં સતાવાર મ્હોર લાગી ગયા બાદ જાહેરાત થશે.
વોર્ડ નં. ૧ માંથી ગોહીલ જલ્પાબેન શૈલેષભાઇ, વોર્ડ નં. ૩ માંથી હુંબલ દાનાભાઇ, વોર્ડ નં. ૪ માંથી જાદવ સીમ્મીબેન, નારણભાઇ સવસેતા, વોર્ડ નં. પમાંથી ભેંસાણીયા દક્ષાબેન, રૈયાણી જીતેન્દ્રભાઇ, વોર્ડ નં. ૬ માંથી મોરવાડીયા રતનબેન અને મકવાણા ભરતભાઇ, વોર્ડ નં. ૮ માંથી જોષી જીજ્ઞેશ, વોર્ડ નં. ૯ માંથી ઘરસંડીયા ચંદ્રીકાબેન અને દોંગા વિશાલભાઇ, વોર્ડ નં. ૧૦માંથી ગોહીલ ભાર્ગવીબા અને કાલરીયા મનસુખભાઇ, વોર્ડ નં. ૧રમાંથી જાડેજા ઉર્વશીબા કનકસિંહ અને વાંક વિજયભાઇ, વોર્ડ નં. ૧૩ માંથી ડાંગર જાગૃતીબેન પ્રભાતભાઇ, વોર્ડ નં. ૧૪ માંથી સાગઠીયા ભારતીબેન જગદીશભાઇ, વોર્ડ નં. ૧પ માંથી ડુંડાણી મકબુલભાઇ, વોર્ડ નં. ૧૬માંથી ગેરીયા રસીલાબેન અને પરસાણા વલ્લભભાઇ, વોર્ડ નં. ૧૭માં ટાંક જયાબેન અને જાડેજા ઘનશ્યામસિંહના નામો ફાઇનલ થઇ ગયા બાદ સતાવાર સુત્રોની માહીતી મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પુર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા સહીત રર ઉમેદવારો ફાઇનલ મનાઇ રહયા છે. દરમિયાન વોર્ડ નં. ર માંથી પીઢ કોંગી આગેવાન પ્રદીપ ત્રિવેદીનું નામ ઓચીંતુ ઉભરી આવતા ભારે ચર્ચા જાગી છે. અન્ય સંભવીત ઉમેદવારોની યાદી અન્ય અહેવાલમાં જાહેર કરવામાં આવી છે.