રાજકોટ
News of Monday, 4th February 2019

ચેકરિટર્ન કેસમાં ખોડીયાર ડેરીના માલીકને એક વર્ષની સજા અને ૧૫ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૪: રૂ.૧૫,૦૦,૦૦૦ના ચેક રીર્ટન સબબ ખોડીયાર ડેરીના માલીકને એક વર્ષની કેદ ફરમાવમાં અને વળતરના રૂ.૧૫,૦૦,૦૦૦ ચુકવવા હુકમ ફોજદારી કોર્ટ દ્વારા કરવામાં આવેલ હતો.

રાજકોટમાં ગાંધી સ્મૃતિ સોસાયટી, કુવાડવા રોડ, રાજકોટમાં રહેતા લખમણભાઇ માવજીભાઇ કલોલાએ આરોપી છગનલાલ મોહનલાલ લીંબાસીયા કે જેઓ શ્રી ખોડીયાર ડેરી ફાર્મના પ્રોપરાઇટર દરજજે વેપાર-ધંધો કરે છે. અને તેની સ્થાવર મિલ્કત ખરીદ કરવા અંગે ફરિયાદી લખમણભાઇ કલોલાએ રજી.સાટાખત કરેલ અને રકમ ચુકવેલ. ત્યારબાદ સાટાખતનું પાલન ન કરતા આરોપીએ રકમ પરત ચુકવવા રૂપિયા આઠ લાખ તથા રૂપિયા સાત લાખના જુદા-જુદા બે ચેકો ફરિયાદી લખમણભાઇ કલોલા જોગ લખી આપેલ.

સદરહુ બન્ને ચેકો રીર્ટન થતાં રાજકોટની ફોજદારી અદાલતમાં જુદી-જુદી બે ફરિયાદો દાખલ કરવામાં આવેલ ચાલુ ફરિયાદ દરમ્યાન આરોપીએ ગુનો બનતો ન હોય જેથી બન્ને ફરિયાદ રદ કરવા/ડીસ્ચાર્જ કરવાની અરજીઓ આપેલ. જે અરજીની રદ કરેલ. સેશન્સ કોર્ટે પણ ફોજદારી અપીલ રદ કરેલ.

ગુજરાત હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચેલ. છેવટે લંબાણપૂર્વક પુરાવો બન્ને પક્ષકારોનો લેવામાં આવેલ.

છેવટે ફરિયાદી તરફે રોકાયેલા વકીલશ્રી હર્ષદકુમાર એસ.માણેકની નેગો. ઇન્સ્ટુ. એકટ અન્વયેની છણાવટ કરતી દલીલો તથા રજુ કરેલ લેખિત દલીલો તેમજ તાજેતરના સુપ્રિમ કોર્ટના તથા હાઇકોર્ટોના ચુકાદાઓનું અર્થઘટન કરીને રજુ કરેલ. જે તમામ ધ્યાને લઇ, માન્ય રાખીને, રાજકોટના જયુડી.મેજી.શ્રી વસવેલીયા મેડમે, ચેક રીર્ટન થવા સબબનો કેસ સાબિત થતો હોય, તે અંગેના તમામ તત્વો સાબિત થતા હોય, જેથી આરોપી-છગનભાઇ મોહનભાઇ લીંબાસીયા (પટેલ) તે ખોડીયાર ડેરીના માલીકને એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રૂ.૧૫,૦૦,૦૦૦ વળતરરૂપે ભરપાઇ કરવા અંગેનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મુળ ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ.માણેક, પી.એમ.પટેલ, દર્શિતભાઇ કે.વ્યાસ, સોનલબેન ગોંડલીયા તથા નેહલ ડી.ત્રિવેદી રોકાયેલ છે.

(3:50 pm IST)