સુભાષનગરમાં વૃધ્ધા ભારતીબેનને પુત્રવધૂએ ડબલાથી માર માર્યો
પાણી ઢોળવાની ના પાડતાં પુત્રવધૂ ઉશ્કેરાયા
રાજકોટ તા. ૪: રૈયા રોડ સુભાષનગરમાં રહેતાં ભારતીબેન વિનોદભાઇ કાચલીયા (ઉ.૬૨) નામના વણિક વૃધ્ધાને તેના પુત્રવધૂ જ્યોતિબેને ઢીકા-પાટુનો અને ડબલાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ભારતીબેનના કહેવા મુજબ પુત્રવધૂ પાણી ઢોળીતી હોઇ તેને પાણી ઢોળવાથી મચ્છર આવતાં હોઇ પાણી ન ઢોળવા સમજાવતાં પાણી ભરવાના ડબલાથી અને ઢીકા-પાટુથી માર માર્યો હતો. ભારતીબેનને પુત્ર આનંદભાઇએ જ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
પાયલને પતિ શનીએ માથામાં છરી ઝીંકી
ચુનારાવાડમાં રહેતી પાયલ શની બાવળીયા (ઉ.૨૫)ને પતિ શનીએ માથામાં છરી ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. દારૂનો નશો કરી પતિએ ઝઘડો કર્યાનું જણાવાયું હતું.