રાજકોટ
News of Monday, 4th January 2021

પ્રજ્ઞાચક્ષુઓ માટે આશીર્વાદરૂપ 'બ્રેઇલલિપિ'ના જનક લુઇ બ્રેઇલનો આજે જન્મદિવસ

આંખોથી દિવ્યાંગ લોકોને વાંચવાની અને લખવાની નવી દિશા બતાવી

લુઇ બ્રેઇલ એક ફ્રેંચ નાગરિક હતા જે પ્રજ્ઞાચક્ષુ હતા. તેની રચનાએ વિશ્વભરનાં પ્રજ્ઞાચક્ષુ લોકોને વાંચવાની અને લખવાની એક નવી  દિશા બતાવી.

લુઇ બ્રેઇલનો જન્મ પેરિસથી પૂર્વ તરફના નજીકનાં એક ગામ કૂપરેમાં ૪ જાન્યુઆરી, ૧૮૦૯ નાં રોજ થયો હતો. લુઇ બ્રેઇલનાં પિતાનું નામ સીમોનરેન હતું અને માતાનું નામ મોનિક બેરાન હતું ૧૮૧રમાં લુઇ બ્રેઇલ જયારે ત્રણ વર્ષનાં હતા ત્યારે તેનાં પિતા જીન બનાવવાના વર્કશોપમાં કામ કરતા હતા ત્યારે તે પણ તેનાં પિતાની જેમ ચામડામાં કાણું પાડવાની કોશિશ કરતા હતા ત્યારે તે હથિયાર તેના હાથમાંથી સરકીને તેની આંખમાં વાગ્યુ અને તેની આંખમાં ઇજા થઇ અને આ ઇજાના ઇન્ફેકશનને કારણે બીજી આંખને પણ અસર કરી અને થોડા જ દિવસ પછી પોતાની બંને આંખ ગુમાવી દીધી. દસ વર્ષની ઉંમરે લુઇને 'રોયલ ઇન્સ્ટીટયુટ ફોર બ્લાઇન્ડ યુથ' પેરિસ ખાતે વધુ અભ્યાસ અર્થે મોકલ્યા અને ત્યાં તેને સ્કોલરશીપ મળી. ૧પ વર્ષની ઉંમરે લુઇ બ્રેઇલે ચાર્લ્સ બાર્બરના ૧ર ટપકાંને છ ટપકાંમાં રૂપાંતરિત કરી પ્રજ્ઞાચક્ષુઓ માટે એક લીપી બનાવી, અહીંથી ન અટકતા તેણે ગણિત અને સંગીતના પણ સિમ્બોલ બનાવ્યા.

પ્રજ્ઞાચક્ષુ હવે પોતાનું શિક્ષણ પોતે લઇ શકતા થયા છે. બ્રેઇલના ઉપયોગથી પ્રજ્ઞાચક્ષુ લોકો જગતમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.

લુઇ બ્રેઇલે સાબિત કરી બતાવ્યું કે જો તમારી પાસે કોઇ ધ્યેય હોય તો તમે ગમે તે કાર્ય કરી શકો છો. ટેકનોલોજીના યુગમાં બ્રેઇલ લિપીના પુસ્તકો 'દક્ષભરી' નામના સોફટવેરની મદદથી હવે કોમ્પ્યુટર દ્વારા પણ તૈયાર થાય છે. બ્રેઇલ લિપીની મદદથી નોટબુક તૈયાર કરી શકાય છે તથા રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો સહિતના દરેક ભાષાના તમામ પુસ્તકો વાંચી શકાય છે.

લુઇ બ્રેઇલને સમર્પિત

અંધજનોને આપે છે. અણમોલ ભેટને ધન્ય થયા છો તમે

ભવિષ્ય બનાવ્યુ ઉજજવળ અમારૃં ને  આગળ વધ્યા અમે

આપી અમુલ્ય દાન બન્યા બ્રેલી લીપીના દાતા

એવા મહાન લુઇ બ્રેલનો ઉપકાર અમે કયારેય નથી ભુલી શકતા

થયા દષ્ટિહીનોના મહાન દેવતાકરૂ હું ઘણી તમારી

પ્રસન્નતા સિદ્ધ કરી છે તમે અંધ જગતની અભિલાષા

થયા જગપ્રસિદ્ધ અને બ્રેલ લીપીના પ્રણેતા

એવા બ્રેઇલ લીપીને અમે નીત-નીત નમતા

નામ પાડયું છે નાનકડુને માત્ર બેજ અક્ષર 

એ છ ટપકાના માધ્યમથી લીપી બનાવી

સુંદર ગવાય છે. હજુ આજે પણ તમારા ગુણ ગાન

ખરેખર તમે જ થયા છો દ્રષ્ટિ હિનોના સાચા સારથી

તમે જે ધરતી પર જન્મ ધર્યો એ ધરતી  પણ બની છે

ધન્યપાથર્યો છે તમે અંધજનના જગતમાં જ્ઞાનરૂપી

કર્યો છે જેણે અમારી શકિતનો સંચાર

એ મહાન લુઇ બ્રેલને કરીએ અમે નમસ્કાર...

:-આલેખનઃ-

ધરતી નરસિંહભાઇ  વાડોદરીયા

(એમ.એ., બી.એડ.)

વી.ડી.પારેખ

અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ

(9:28 am IST)