રાજકોટ
News of Saturday, 4th January 2020

ગાંધીગ્રામ પોલીસનો માધાપરમાં અને થોરાળા પોલીસનો શિવાજીનગરમાં દરોડોઃ પોણા બે લાખનો દારૂ કબ્જે

પીઆઇ કે. એ. વાળા અને પીઆઇ જી.એમ. હડીયાની ટીમની કાર્યવાહીઃ એક મહિલા અને એક યુવાન પકડાયાઃ બેની શોધ

રાજકોટ તા. ૪: શહેર પોલીસે દારૂની બદ્દી ડામવા દરોડા ચાલુ જ રાખ્યા છે. ગાંધીગ્રામ પોલીસે માધાપર આંબેડકરનગરમાં દરોડો પાડી એક મહિલાને રૂ. ૭૫ હજારના દારૂ સાથે ઝડપી લીધી હતી. આ દારૂ તેના પુત્રએ ઉતાર્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. જ્યારે થોરાળા પોલીસે ૧,૧૦,૪૦૦ના ૨૭૬ બોટલ દારૂ સાથે શિવાજીનગરના શખ્સને પકડ્યો હતો. બીજા એક શખ્સનું નામ ખુલ્યું હતું.

ગાંધીગ્રામ પોલીસે હેડકોન્સ. સંતોષભાઇ મોરી અને કોન્સ. કનુભાઇ બસીયાની બાતમી પરથી માધાપર ગામ આંબેડકરનગર-૧માં રહેતી ગંગાબેન વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.૪૫)ના ઘરમાં દરોડો પાડતાં અલગ-અલગ બ્રાંડનો રૂ. ૭૫ હજારનો ૧૫૬ બોટલ દારૂ મળતાં ગુનો નોંધી તેણીની ધરપકડ કરી હતી. આ દારૂ તેના પુત્ર મહેશ વિઠ્ઠલભાઇ પરમારે ઉતાર્યો હોવાનું તેણીએ કબુલતાં તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પી.આઇ. કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, રાહુલભાઇ વ્યાસ, કોન્સ. ગોપાલભાઇ પાટીલ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ, દિગ્વીજયસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર, શૈલેષભાઇ કગથરા, અમીનભાઇ કરગથરા, હિત્ેન્દ્રસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ જાડેજા, દિનેશભાઇ વહાણીય, ભુમિબેન સોલંકી, રવિ જાડા સહિતે આ દરોડો પાડ્યો હતો.

જ્યારે થોરાળા પોલીસ મથકના જયદિપસિંહ જાડેજા, પિયુષભાઇ ચીરોડીયા અને યુવરાજસિંહ રાણાની બાતમી પરથી શિવાજીનગર-૧૦માં રહેતાં વિજય ધીરૂભાઇ ભાલીયા (ઉ.૩૧)ને રૂ. ૧,૧૦,૪૦૦ના ૨૭૬ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. તેની પુછતાછમાં આ દારૂ શિવાજીનગર-૧૦ના હનિફ હુશેનભાઇ મંધરાએ આપ્યાનું ખુલતાં તેની શોધખોળથઇ રહી છે. ડીસીપી રવિમોહન સૈની, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની સુચના હેઠળ પી.આઇ. જી. એમ. હડીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, હેડકોન્સ. ભુપતભાઇ, કોન્સ. કનુભાઇ, વિજયભાઇ મેતા, નરસંગભાઇ ગઢવી, રોહિતભાઇ કછોટ, સહદેવસિંહ જાડેજા, આનંદભાઇ પરમાર, જયદિપસિંહ જાડેજા, પિયુષભાઇ ચીરોડીયા, યુવરાજસિંહ રાણા, દિપકભાઇ ડાંગર સહિતે આ દરોડો પાડ્યો હતો.

(1:08 pm IST)