News of Friday, 4th January 2019
આજી ડેમ નજીક કાર ખાડામાં ખાબકીઃ બેને ઇજા
રાજકોટઃ શહેરના આજીડેમ નજીક ગોલાઇની સાઇડમાં પેટ્રોલપંપ પાસે એક જીજે.૩ઇઆર-૯૨૫૭ નંબરની સ્વીફટ ડીઝાયર ૨૦ ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને લોકોએ ખાડામાં ઉતરી કારમાંથી એક પ્રૌઢ અને એક યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને ૧૦૮ મારફતે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પ્રૌઢ અને યુવાન બંને ત્રંબા આયુર્વેદિક હોસ્પિટલે સારવાર માટે જતા હતા.(તસ્વીરઃ વિજય વસાણી)
(3:25 pm IST)