રાજકોટ
News of Thursday, 4th January 2018

પૂ. સોૈમ્યમુનિજીનો ૨૯ દિવસીય સંથારો સીજયોઃ પાલખીયાત્રા નિકળી

રાપર કચ્છમાં લીંબડી અજરામર સંપ્રદાયના

 રાજકોટઃ તા.૪, શ્રી રાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના ગાદીપતિ પૂ. શામજીસ્વામીના પાટાનુપાટ વરિષ્ઠ સંત પૂ. ધૈર્યમુનિ મ.સા.ના સુશિષ્ય પૂ. સોમ્યમુનિ મ.સા. ૬૬ વર્ષની વયે ૧૩ વર્ષનો દિક્ષાપર્યાય અને ૨૮ દિવસના આજીવન સંથારા વ્રત સહિત તા.૩ને બુધવારે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. તેઓશ્રીની પાલખીયાત્રા આજે તા.૪ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે રાપરમાં નીકળી હતી. તા.૫ને શુક્રવારે પૂ. દેવેન્દ્રમુનિ મ.સા. તથા પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં હિંગવાલાલેન ઘાટકોપરમાં અને તા.૮ને સોમવારે સવારે ૯:૩૦ કલાકે થાણામાં તળાવપાળી સામે પ્રવર્ત્તિની પૂ. અનિલાજી મ.સ.ની નિશ્રામાં ગુણાનુંવાદ રાખેલ છે.

પૂ. સોૈમ્યમુનિ મ.સા. ગુંદાલા ગામે માતા મણીબેન અને પિતા નાનજીભાઇ સતરાના ખાનદાન ખોરડે જન્મયા હતા. બોન કેન્સર થવાથી કોઇપણ ટ્રીટમેન્ટ ન કરવાતાં આજીવન અનશનવ્રત ધારણ કરેલ. તેઓશ્રીના શ્રીમુખે ૧૩ આજીવન શીલવ્રત અંગીકાર કરાવાયા હતા. પૂ. ધૈર્યમુનિ મ.સા. ઠાણા-૬ અને પૂ. મુકતાજી મ.સ. ઠાણા-૩૮ વૈયાવચ્ચમાં હતા. સંઘપતિ નવીનભાઇ મોરબીયા વગેરે સંથારાના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

(4:19 pm IST)