રાજકોટ
News of Thursday, 4th January 2018

શિવાજીનગરમાં દિપક કોળીએ રવિને ધોકાવ્યોઃ વચ્ચે પડેલી તેની મુક-બધીર બહેનને ધક્કો માર્યો

રાજકોટ તા. ૪: ચુનારાવાડ પાસે શિવાજીનગર-૭માં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં રવિ જેસીંગભાઇ ધામેચા (ઉ.૨૦) નામના કોળી યુવાનને બપોરે ઘર પાસે હતો ત્યારે દિપક બાંભણીયા નામના કોળી શખ્સે ઝઘડો કરી માથામાં ધોકો મારી દેતાં ઇજા થઇ હતી. ડખ્ખો થતાં રવિને બચાવવા તેની મુક બધીર બહેન કિરણ જેસીંગભાઇ ધામેચા (ઉ.૧૭) દોડી આવતાં તેને પણ દિપકે ધક્કો મારી પછાડી દેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.  થોરાળા પોલીસને કિરણ દાખલ થયાની જાણ કરવામાં આવી હતી.

(4:19 pm IST)