રાજકોટ
News of Thursday, 4th January 2018

એટ્રોસીટી-મનીલેન્ડ ધાક ધમકીના ગુનામાં આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૪ : એટ્રોસીટી એકટ તથા મનીલેન્ડના કાયદા હેઠળ તથા દબાણ કરી પૈસા પડાવવાના એ.ડીવી. પો.સ્ટે. દાખલ થયેલ ફરીયાદમાં મહેશ ઉર્ફે મયુર કડવાભાઇ ગમારાના આગોતરા જામીન સ્પેશ્યલ કોર્ટે મંજુર કર્યા હતા.

ગઇ તા. ૯/૧ર/૧૭ ના રોજ ભાવેશ ભટુકભાઇ મકવાણા, રહે. નવયુગપરા, શેરી નં. પ, વાળાએ એ.ડીવી.પો.સ્ટે.માં ફરીયદ કરી જણાવેલ કે તેઓની પાસેથી રૂ. ૩પ લાખના વ્યાજ સહિત રૂ.૭૦ લાખ વસુલ લીધેલ છે તથા આરોપી સામતભાઇએ સ્કોર્પીયો ગાડી તથા મકાનના દસ્તાવેજ પડાવી લઇ ધાક-ધમકી કરી જાતિ પ્રત્યે અપમાનીત  કર્યા અંગેની ફરીયાદ કરેલી છે અને ઉઘરાણીના ત્રાસથી પોતે પોઇઝન પી લીધેલું છે તેવી ફરીાયદ એ.ડીવી.પો.સ્ટે.માં કરેલી છે તે ફરીયાદ થા આરોપી મહેશ ઉર્ફે મયુરભાઇએ રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાની અરજી કરી જણાવેલ કે તેઓની સામે થયેલ ફરીયાદ ખોટી છે અને ફરીયાદીનો ભાઇ મુકેશભાઇ મકવાણા પોલીસમાં નોકરી કરે છેઅને તેઓની સલાહ લઇ આ ફરીયાદ કરવામાં આવેલી છ.ે

સ્પેશ્યલ કોર્ટના જજશ્રી પુજારાએ એટ્રોસીટીના સુધારેલા કાયદા મુજબ ફરીયાદીને જામીન અરજીના તબકકે હાજર રખાવવા નોટીસ પણ કરેલી અને આ નોટીસ બજી જતા ફરીયાદી ભાવેશભાઇ બટુકભાઇ મકવાણા કોર્ટમાં તેના પ્રાઇવેટ વકીલ સાથે હાજર થઇ આગોતરા જામીન અરજી ના મંજુર કરવા સખ્ત વાંધાઓ લીધેલા અને ત્યાર બાદ અરજદાર મયુર કડવાભાઇ ગમારાના એડવોકેટ મહેશભાઇ ત્રિવેદીએ કોર્ટને જણાવેલું કે એટ્રોસીટીના કેસમાં આગોતરા જામીન કાયદાની જોગવાઇ મુજબ આપી શકાય નહિ, પરંતુ આ કાયદાનો ઘણો જ દુરઉપયોગ થતો હોય અને તે અંગે ગુજરાત હાઇકોર્ટના ર૦૧૬ અને ર૦૧૭ ના ચુકાદાઓ કોર્ટમાં રજુ કરી જણાવેલ કે ગુજરાત હાઇકોર્ટે ઠરાવેલ છે કે પ્રાઇમાફેસી કેસ ન હોય તો તેવા એટ્રોસીટીના કેસમાં પણ આગોતરા જામીન મંજુર કરી શકાય.

ત્યાર બાદ સ્પેશ્યલ કોર્ટના જજ શ્રી બી.પી.પુજારાએ પોતાના ચુકાદામાં કાયદાની છણાવટ કરીને આરોપી મયુર કડવાભાઇ ગમારાના આગોતરા જામીન મંજુર કરેલ છે.

આ કામમાં અરજદાર મયુર વતી રાજકોટના ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદી, કિરીટભાઇ સાયમન, વાસુદેવભાઇ પંડયા, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ તથા સર્વ પ્રશાંતભાઇ પંડયા રોકાયા હતા.

(4:14 pm IST)