રાજકોટ
News of Thursday, 4th January 2018

કમર અને ઘૂંટણના દુઃખાવા માટે ૧૧મીથી ત્રિદિવસીય નિદાન કેમ્પ - રકતદાન કેમ્પ

ભારત વિકાસ પરિષદ રણછોડનગર શાખા દ્વારા : ઉદયપુરથી ડો. શૈલબિહારી શર્માની ટીમ સેવા આપશે : દર્દીઓએ નામ નોંધાવી દેવા

રાજકોટ, તા. ૪ : ભારત વિકાસ પરિષદ રણછોડનગર શાખા દ્વારા તા.૧૧, ૧૨, ૧૩ જાન્યુઆરીના ત્રિદિવસીય કમર અને ઘૂંટણના દુઃખાવા માટે પ્રાકૃતિક સારવાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

કુવાડવા રોડ ઉપર રણછોડદાસજી બાપુના આશ્રમથી આગળ નવો ૮૦ ફૂટ રોડ શ્યામ વિદ્યાવિહાર સ્કુલ ખાતે આયોજીત ત્રિદિવસીય નિદાન કેમ્પનો સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૨ થી ૬ સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન ચાર્જ ત્રણ દિવસના રૂ. ૬૦ રાખેલ છે. ૧૩મીએ શનિવારે બપોરે ૩ થી ૮ રકતદાન કેમ્પનું પણ આયોજન થયુ છે. જેમાં રકતદાતાઓએ રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધ કરાયો છે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ગૌતમભાઈ પટેલ - ૯૪૨૬૭ ૮૫૬૫૫, વિનોદભાઈ પેઢડીયા મંત્રી - ૯૪૨૬૮ ૪૪૦૭૪, કેશુભાઈ એંધાણી - ખજાનચી - ૭૦૪૬૧ ૩૧૧૭૭, ભરતભાઈ લીંબાસીયા - ઉપપ્રમુખ - ૯૮૨૫૯ ૩૫૭૧૯, નરેન્દ્રભાઈ ભાડલીયા - ઉપપ્રમુખ- ૯૯૦૪૬ ૪૧૦૬૩, જેકસુરભાઈ ગુજરીયા અને રાકેશભાઈ સોરઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:13 pm IST)