રાજકોટ
News of Thursday, 4th January 2018

કોર્પોરેશન કચેરી પાસે ગંદકી ફેલાવનારાઓને દંડ ફટકારાયોઃ આશિષ વાગડીયાનું ચેકીંગ

'સ્વચ્છ રાજકોટ' માટે જાહેરમાં કચરો ન ફેંકવા લોકોને સમજાવી અને અપીલ કરતા સેનીટેશન ચેરમેન

રાજકોટ તા.૪ : શહેરને ગંદકીમુકત કરવા માટે ખાસ ન્યુસન્સ પોઇન્ટ દુર કરવાનું અભિયાન મ્યુ.કોર્પોરેશન દ્વારા શરૂ કરાયુ છે. જે અંતર્ગત આજે સેનીટેશન ચેરમેન આશિષ વાગડિયાએ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ કનક રોડ ફાયર સ્ટેશન પાસે ઓચિંતુ ચેકીંગ કરી અને રસ્તા પર કચરો નહી ફેંકવા નાગરિકોને અપીલ પણ કરી હતી.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ આજે વોર્ડ નં. ૭ ખાતે સેનીટેશન સમીતી ચેરમેન શ્રી આશીષભાઇ વાગડીયાની ન્યુસન્સ મુકત રાજકોટ બને તે માટે પ્રથમ સરપ્રાઇઝ વીઝીટ કનક રોડ ફાયર સ્ટેશનની બાજુમાં ન્યુસન્સ પોઇન્ટ ઉપર આવે તે દરમિયાન સેનીટેશન સમીતી ચેરમેનની સુચનાથી જે પણ ગંદકી ફેલાવનારા હોય તેઓ પાસેથી રોકડ રૂપીયા પ૦ દંડ પેટે વસુલ કરવામાં આવેલ  હતો અને અધિકારીશ્રીઓને પણ સુચના આપવામાં ઓવલી કે ન્યુસન્સ પોઇન્ટ સ્થળ ઉપર તત્કાલી પહોંચી જાવ, ત્યાં ન્ુસન્સ પોઇન્ટ ઉપર રમેશભાઇ ઘાવરી (વોર્ડ સુપરવાઇઝર) પણ દંડ બુક લઇ અને ગંદકી ફેલાવનારને તે જગ્યા ઉપર સમજાવતા હતા કે વારંવાર ગંદકી ફેલાવશો તો દંડ થશે.

આમ અધિકારીઓને પણ સારૂ કામ કરી રહયા છે તેમ કહી ચેરમેને તેઓની પીઠ થાબડી હતી. ત્યાર બાદ તુરત જ સેનેટરી ઇન્સ્પેકટર શ્રી ધીરૂભાઇ પ્રજાપતી તથા નાયબ પર્યાવરણ ઇજનેર સેન્ટ્રલ ઝોનનાં ઇન્ચાર્જ વલ્લભભાઇ જિંજાળાને પણ ટેલીફોનીક જાણ કરી તત્કાલમાં વીઝીટ માટે બોલાવેલ અને અધિકારી અને પદાધિકારી દ્વારા જે કોઇ પણ કચરો નાખવા આવે તેઓને સમજાવતા હતા કે આ ન્યુસન્સ પોઇન્ટ મુકત રાજકોટ બનાવવાનું છે. તેથી સાથ-સહયોગ જરૂરી છે તેવું સેનીટેશન સમીતીનાં ચેરમેનશ્રીએ જણાવેલ હતું. વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર બહારગામ હોવાથી વોર્ડના ભાજપના કાર્યાલય ખજાનચી અનિલભાઇ પારેખ, વોર્ડ નં. ૭ ના પ્રમુખ જીતુભાઇ સેલારા, મહામંત્રી શ્રી એડવોકેટ કિરીટભાઇ ગોહેલ, મહામંત્રી પંડયાજીને પણ સ્થળ ઉપર બોલાવી સેનીટેશન ચેરમેન આશીષભાઇ વાગડીયા સાથે મળીને ગંદકી ફેલાવનારને અપીલ કરી હતી.

(4:00 pm IST)