રાજકોટ
News of Thursday, 4th January 2018

ગુજરાત રાજપૂત (ક્ષત્રીય) ક્રિકેટ લીગ કવાર્ટર ફાઇનલ તબક્કામાં

રાજકોટ : રાજપુતાના સ્પોર્ટ્સ કલબ - ગુજરાત આયોજિત.. ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) ક્રિકેટ લીગ - ૨૦૧૭/૧૮ની લીગ મેચો ની રાજકોટ ખાતે ૦૩ જાન્યુઆરી થી થઈ શરૂઆત. પ્રથમ દિવસે ગુજરાત ની ૧૬ ટીમો વચ્ચે રાજકોટ ના યુનિવર્સિટી ગ્રાઉન્ડ, જય ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ, ડ્રાઇવ ઇન મેલોડી, અને ગારડી ખાતે મુકાબલો થયો. એમાથી વિજેતા ૮ ટીમો આજે કવાટર ફાઇનલ મુકાબલો ગારડી અને ડ્રાઈવ ઇન સિનેમા - રાજકોટ ખાતે રમાશે જેમાં પ્રથમ રાઉન્ડમાં રોજકા રોયલ્સ V/s  બાવળીયારી બ્રેવર્સ, ભેંસજાળ સ્પાર્ટન્સ V/s  રામપર રાઇડર્સ, ઇશ્વરીયા રજવાડુ V/s  બેલા લાયન્સ, ભીમાસર બ્રઇસર્સ V/s  અડવાલ સુપર હિરોઝના મેચો રમાશે. ૬ જાન્યુઆરી ના રોજ ડ્રાઇવ ઇન મેદાન ખાતે મેગા ફાઇનલ રમાશે. જેનું જીવંત પ્રસારણ દ્દિંષ્ટ ચેનલ પર પ્રસારિત કરવામા આવશે. ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સમાજના હાલ માજ વરાયેલા સર્વે ધારાસભ્યો, સમાજ ના રણજી ખિલાડીઓ, રાજવી પરિવારો, ઉધોગપતિઓ તેમજ નામી-અનામી અગ્રણીઓ ફાઇનલમા ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) ક્રિકેટ લીગ - ૨૦૧૭/૧૮ મા ગુજરાત ના ૪ ઝોન (ઉત્ત્।ર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ) ની કુલ ૧૬ ટીમો qualified થયેલ છે અને એ દરેક ટીમોની ફ્રેન્ચાઇસી સમાજ ના અગ્રણીઓ કે ઉધોગપતિઓને આપવામા આવી હતી. ફાઇનલ મા વિજેતા ટીમને ઞ્ય્ઘ્ન્૨૦૧૭-૧૮ ની ટ્રોફી થી સન્માનિત કરવામા આવશે. GRCL લીગ આયોજિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની યુવા પ્રતિભાઓને રમત ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલ પર પહોંચાડવાનો છે.મેચની વધુ વિગત માટે cricheroes એપ ખોલી શકાય છે.

(3:39 pm IST)