રાજકોટ
News of Thursday, 4th January 2018

રાજકોટ ડિવિઝન પર ટ્રેક રિપેરીંગ કાર્ય થવાથી ૩૧ માર્ચ સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત રહેશે

રાજકોટ :. રાજકોટ ડિવીઝન પર દલડી અને વગડિયા સ્ટેશનો વચ્ચે એન્જીનીયરીંગ વિભાગ દ્વારા ટ્રેક રિપેરીંગ અને મેઈન્ટેનન્સ કાર્ય શરૂ કરવાના કારણે રેલ ટ્રાફિક ૩૧ માર્ચ સુધી આંશિક રૂપથી પ્રભાવિત રહેશે.

. સવારે ૩.૦૫ કલાકથી ૬.૦૫ કલાક સુધી પ્રત્યેક મંગળવાર, બુધવાર અને શુક્રવાર ૩ કલાકનો બ્લોક રહેશે.

. પ્રત્યેક શનિવાર અને રવિવાર સવારે ૩.૦૫ કલાકથી ૭.૦૫ કલાક સુધી ચાર કલાકનું બ્લોક રહેશે.

. સોમવાર અને ગુરૂવારનો કોઈ બ્લોક લેવામાં નહીં આવે.

આ ઉપરાંત સોમવાર અને ગુરૂવાર છોડીને નીચે મુજબ ટ્રેનો અસરકારક રહેશે.

(૧) ટ્રેન નં. ૧૯૨૧૭ બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ પ્રત્યેક મંગળવાર, બુધવાર, શુક્રવાર વિરમગામ-થાન સ્ટેશનો વચ્ચે એક કલાક તથા પ્રત્યેક શનિવાર અને રવિવાર ૨ કલાક ૧૦ મીનીટ રોકાશે.

(૨) ટ્રેન નં. ૫૯૫૪૮ રાજકોટ-અમદાવાદ પેસેન્જર પ્રત્યેક મંગળવાર, બુધવાર અને શુક્રવારે રાજકોટ-વાંકાનેર સ્ટેશનો વચ્ચે ૩૫ મિનીટ તથા પ્રત્યેક શનિવાર અને રવિવારે ૧ કલાક ૧૫ મિનીટ રોકાશે.

(૩) ટ્રેન નં. ૧૯૨૬૪ દિલ્હી સરાયરોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ પ્રત્યેક મંગળવાર અને શુક્રવાર વિરમગામ-થાનની વચ્ચે ૧ કલાક ૧૦ મીનીટ રોકાશે.

(૪) ટ્રેન નં. ૨૨૯૬૦ જામનગર-સુરત ઈન્ટરસિટી રાજકોટ-વાંકાનેરની વચ્ચે શનિવારે ૩૫ મીનીટ અને રવિવારે  કલાક રોકાશે.

(૫) ટ્રેન નં. ૧૬૬૧૩ રાજકોટ - કોયમ્બતુર એકસપ્રેસ શનિવારે રાજકોટ-વાંકાનેરની વચ્ચે ૧ કલાક રોકાશે.

(૬) ટ્રેન નં. ૧૮૪૦૧ પુરી-ઓખા એકસપ્રેસ પ્રત્યેક મંગળવાર ૧૯૫૭૪ જયપુર-ઓખા એકસપ્રેસ પ્રત્યેક બુધવાર અને ૨૨૯૦૭ મડગાંવ-હાપા એકસપ્રેસ પ્રત્યેક શનિવારે વિરમગામ-થાન સ્ટેશનો વચ્ચે ૩૫ થી ૪૦ મીનીટ સુધી રોકાશે.

(3:39 pm IST)