રાજકોટ
News of Thursday, 4th January 2018

કોર્પોરેશન કચેરી સામેજ જાહેરમાં શૌચક્રીયાઃ ''સ્વચ્છ એપ''ની ફરિયાદનું પણ સુરસુરિયુ

રાજકોટ તા. ૪: સ્વચ્છતા મુદ્દે મ્યુ. કોર્પોરેશનનાં તંત્રવાહકો દરરોજ મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ મ્યુ. કોર્પોરેશનની કચેરી સામેજ જાહેરમાં શૌચક્રિયા થતી હોવાનાં કારણે ગંદકી ફેલાઇ રહ્યાની ફરિયાદ મ્યુ. કોર્પોરેશન કચેરી સામે આવેલા શો-રૂમ ત્થા દુકાન ધારકોએ મ્યુ. કમિશ્નરને કરી છે. અને તેમાં જણાવાયું છે કે ''સ્વચ્છ એપ''માં ફરિયાદ કરવા છતાં આ ગંદકી હજુ યથાવત છે.

મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની બરાબર સામે આવેલ સૌરાષ્ટ્ર રેફ્રીજરેશન, શ્રીરામ પાઇપ્સ, અશોક મેટલ્સ, જય એન્ટરપ્રાઇઝ વિગેરેનાં સંચાલકોએ મ્યુ. કમિશ્નરશ્રીને કરેલી આ રજુઆતમાં જણાવાયું છે કે 'અહિંની બંધ શેરીમાં અઠવાડીયે ૧ વખત સફાઇ તો થાય છે પરંતુ આ સ્થળે જાહેરમાં શૌચક્રિયાને કારણે અસહ્ય ગંદકી ફેલાઇ રહી છે. અને ગંૅકદીનાં ગંજથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે.

આ બાળકો ''સ્વચ્છ એપ''માં પણ ફોટા પાડીને ફરિયાદ નોંધાવાઇ છે. ઓન લાઇન ફરિયાદ પણ નોંધાવાઇ છે. છતાં સફાઇ થતી નથી ત્યારે આ સમસ્યા ઉકેલવા અસરકારક પગલા લેવા દુકાનદારોએ માંગ ઉઠાવી છે.

(3:37 pm IST)