રાજકોટ
News of Wednesday, 3rd January 2018

રાષ્ટ્ર સેવાનો સંદેશ પ્રસરાવતુ કેલેન્ડર

રાજકોટના એસ.ડી. વીઝન આર્ટવાળા કિરીટભાઇ પટેલ અને પરફેકટ ઓફસેટવાળા હસમુખભાઇએ સાથે મળીને અનોખી થીમ તૈયાર કરી : પાને પાને સેવ વોટર, કિલન ઇન્ડયા, સ્ટોપ વાયોલન્સ, કેરફુલ ડ્રાઇવીંગ જેવા સંદેશાઓ કલરફુલ ચિત્ર સાથે મુકાયા : નાગરીકોને રાષ્ટ્ર પ્રત્યેની ફરજોથી સભાન કરવા સ્તુત્ય પ્રયાસ

રાજકોટ તા. ૩ : નાગરિકોને રાષ્ટ્રપ્રત્યેની ફરજોથી સભાન કરવાના સંદેશાઓને કેલેન્ડરના પાને ઉતારી રાજકોટના કિરીટભાઇ પટેલ અને હસમુખભાઇ પટેલે એક પ્રકારે અનોખી રાષ્ટ્ર સેવાનો પ્રયાસ કર્યો છે.

તેઓએ 'અકિલા' ખાતે વિગતો આપતા જણાવ્યુ હતુ કે આમ તો અમો બન્ને વર્ષોથી કેલેન્ડર ડીઝાઇનીંગ અને પ્રિન્ટીંગનું કામ કરતા આવ્યા છીએ. પરંતુ કઇક નવું કરવા વિચાર આવ્યો અને આ રીતે નાગરીકોને  સજાગ કરતુ કેલેન્ડર તૈયાર થયુ.

ર-ભકિતનગર સ્ટેશન પ્લોટ, સોનલ કોમ્પલેક્ષ ખાતે 'એસ.ડી. વિઝન આર્ટ' નામથી ડીઝાઇનીંગનું કામ કરતા કીરીટભાઇ પટેલ કહે છે કે આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ તેના કરતા આપણી શું ફરજ છે તેના પ્રત્યે આપણે વધુ બેદરકાર હોઇએ છીએ. બસ આ વાતને લઇને મેં વિચારો કેન્દ્રીત કર્યા અને થીમ તૈયાર કરી પરફેકટ ઓફસેટવાળા હસમુખભાઇ પટેલને વાત કરી. જોત જોતામાં પ્રેરક સંદેશો આપતા સરસ કેલેન્ડર તૈયાર થઇ ગયા.

હસમુખભાઇ પટેલ 'પરફેકટ ઓફસેટ' નામથી ભકિતનગર જીઆઇડીસી, ભકિતનગર રેલ્વે સ્ટેશન સર્કલ પાસે ઘણા વર્ષોથી પ્રિન્ટીંગ કામ કરી રહ્યા છે. તેમણે કિરીટભાઇના વિચારોને બળ આપી સરસ મજાના ચિત્રો સાથે સારી કવોલીટીના કાગળો ઉપર પ્રિન્ટીંગ કરી આપ્યુ અને આ રીતે રાષ્ટ્ર સેવાભાવના સંદેશાવાળા કેલેન્ડર શુભેચ્છકોમાં ફરતા કર્યા.

આ કેલેન્ડરમાં જાન્યુઆરી માસના પેઇજ ઉપર 'કમીટેડ ટુ કેસલેશ' એટલે કે કરન્સીના પ્રિન્ટીંગનું ભારણ ઘટાડતા કેશલેસને આવકારવામાં આવ્યુ છે. એજ રીતે ફેબ્રુઆરીના પેઇજ પર 'સ્ટોપ કરપ્શન', માર્ચ માસના પેઇજ પર 'કમીટેડ ટુ હેલ્પ' મતલબ સમાજના અન્ય લોકોને મદદ કરવાનો સંદેશો અપાયો છે.

એપ્રિલના પેઇજ પર 'સેવ વોટર', મે માસના પેઇજ પર 'કિલન ઇન્ડીયા', જુનમાં  'સ્ટોપ વાયોલન્સ' જુલાઇમાં 'ચાઇલ્ડ એજયુકેશન', સપ્ટેમ્બરમાં 'સ્ટોપ ચાઇલ્ડ લેબર', ઓકટોબરમાં 'કેર ફુલ ડ્રાઇવીંગ', નવેમ્બરમાં 'રાઇઝ ધ વોઇસ' અને ડીસેમ્બરમાં 'સપોર્ટ રીસ્પોન્સીબલ પરસન'   એટલે કે મત અધિકાર ભોગવવા ઇશારો કરાયો છે. આમ દરેકે દરેક પેઇજ ઉપર કંઇને કઇ પ્રેરક સંદેશો સચિત્ર આપવા સરસ પ્રયાસ કરાયો છે.

આવા કેલેન્ડર તેઓએ શુભેચ્છકોને વિતરણ કર્યા છે. કોઇ મેળવવા ઇચ્છતા હોય તો કિરીટભાઇ પટેલ (મો.૮૦૦૦૮ ૩૩૦૩૩) અથવા હસમુખભાઇ પટેલ (મો.૯૨૨૭૬ ૦૦૬૭૬) નો સંપર્ક કરી શકે છે.

તસ્વીરમાં એસ.ડી. વિઝન આર્ટ દ્વારા તૈયાર થયેલ કેલેન્ડર સાથે કિરીટભાઇ પટેલ અને પરફેકટ ઓફસેટ દ્વારા તૈયાર થયેલ કેલેન્ડર સાથે હસમુખભાઇ પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(4:05 pm IST)