રાજકોટ
News of Wednesday, 3rd January 2018

પરિણિતાને ભરણ પોષણ નહિ ચુકવતા પતિને ૧૮ માસ અને ર૩ દિવસની સજા

રાજકોટ તા. ૩ :.. અત્રેની જયશ્રીબેન વિસાવડીયા નામની પરિણિતાએ કરેલ ભરણ પોષણના કેસમાં અદાલતે તેણીના પતિ અશોક  અળશીભાઇ વિસાવડીયાને ૧૮ માસ અને ર૩ દિવસની સજા ફટકારી હતી.

આ કેસની હકિકત એવી છેકે, જયશ્રીબેન અશોકભાઇ વિસાવડીયા રહે. રાજકોટ વાળાએ તેમની અને તેમની સગીર પુત્રીના ભરણ પોષણ મેળવવા માટેની અરજી કરેલ જે અરજી મંજૂર કરતા સામાવાળાએ અરજદારોને માસીક રૂપિયા પ૦૦૦ ચુકવાનો હુકમ કરેલ જે અન્વયે અરજદારે નામ- ફેમીલી કોર્ટમાં ચડત-ભરણ પોષણ મેળવવા અરજી  કરતા સામાવાળા અશોક અળશીભાઇ રહે. અમદાવાદવાળાને પોલીસ પકડીને  ફેમીલી કોર્ટમાં રજૂ કરતા ચડત-ભરણ પોષણ પેટેની રકમ  રૂ. ૧,૬૦,૦૦૦ ચુકવાનું કહેતા નહી ચુકવતા  ફેમીલી કોર્ટના જજ શ્રી મહેતા સામાવાળાને ૧૮ માસ અને ર૩ દિવસની સજા  કરવાનો હુકમ  કરીને જેલ હવાલે કરેલ છે.

આ કામમાં અરજદારો વતી  રાજકોટના ભુતપુર્વ  એ.પી.પી. ડી. બી.બગડા, વિમલ એચ.  ભટ્ટ, રવિ  વાઘેલા, પંકજ મુલીયા ત્થા જતીનભાઇ ગોદડકા રોકાયેલ હતાં.

(3:55 pm IST)