રાજકોટ
News of Wednesday, 3rd January 2018

બાર એસો. દ્વારા વકીલો માટે રવિવારે નળ સરોવર ચોટીલાના પ્રવાસનું આયોજન

રાજકોટ તા. ૩: રાજકોટ બાર એશોસીએશન દ્વારા બાર એશોસીએશનના સભ્યો દ્વારા પ્રવાસનું આયોજન કરવા અનુરોધ હોય રાજકોટ બાર એશોસીએશન દ્વારા પ્રવાસનું તારીખ ૦૭/૦૧/ર૦૧૮ના રવિવારના રોજ આયોજન કરવાનું નકકી કરવામાં આવેલ છે.

રાજકોટ બાર એશોસીએશન દ્વારા એક દિવસના પ્રવાસ માટે કુદરતી સૌંદર્ય અને પક્ષી અભ્યારણના સ્થળ તરીકે પ્રસિધ્ધ ''નળ સરોવર''નો પ્રવાસ કરવાનું તેમજ તારીખ ૦૭/૦૧/ર૦૧૮ના રવિવારના રોજ સવારે પ-૦૦ કલાકે ''નળ સરોવર'' પહોંચી અને તે જ દિવસે રીર્ટનમાં ચોટીલાના જગ પ્રસિધ્ધ ચામુંડા માતાજીની આરતીના દર્શન થાય તે રીતે રાજકોટ બાર એશોસીએશન દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. સભ્ય સંખ્યા ૧૧૦ રાખવામાં આવેલ છે.આ પ્રવાસમાં સવારે નાસ્તો, બપોરે લન્ચ તથા રાત્રે ચોટીલામાં જમવાનું પણ આયોજન કરેલ છે. આ પ્રવાસમાં આવવા માગતા વકીલશ્રીઓએ પ્રવાસ શુલ્ક રૂ. ૬૦૦/- રાજકોટ બાર એશોસીએશનની લાયબ્રેીરમાં જમા કરાવી પોતાના નામ નોંધાવવાના રહેશે.

આ પ્રવાસનું આયોજન રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, ઉપ પ્રમુખ જયેશભાઇ બોઘરા, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, જોઇન્ટ સેક્રેટરી હરેશભાઇ પરસોડા, ટ્રેઝરર રાજેન્દ્રસિંહ ગોહીલ તથા કારોબારી સભ્ય ડી. બી. બગડા, સુમીતભાઇ વોરા, વિરેનભાઇ વ્યાસ, નયનાબેન ચૌહાણ, પ્રશાંતભાઇ લાઠીગ્રા, અજયભાઇ પીપળીયા, જીજ્ઞેશભાઇ જોશી, કૌશીકભાઇ પોપટ, નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(3:54 pm IST)