રાજકોટ
News of Wednesday, 3rd January 2018

ઈદે ગૌષીયાનું જુલુસ સંપન્નઃ હજારો મુસ્લિમો જોડાયાઃ અજમેરી, બુખારી સહિતનું સન્માન

રાજકોટઃ. યાદે ગોષુલવરા કમિટીના મુખ્ય આયોજક અને ઈન્ચાર્જ મહેબુબભાઈ અજમેરી અને જુલુસ કમિટિના પ્રમુખ એજાજબાપુ બુખારીની યાદીમાં જણાવાયુ છે કે, શનિવારના બપોરે રામનાથપરા ગરબી ચોકમાંથી જુલુસને લીલી ઝંડી આપી જુલુસ શરૂ કરેલ હતુ અને ગૈબનશાહ પીરની દરગાહ ખાતે સલાતો સલામ પઢી જુલુસનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ જુલુસમાં જુદા જુદા વિસ્તારના હજારોની સંખ્યામા મુસ્લિમો જોડાયા હતા. આ જુલુસના રૂટ ઉપર જુદી જુદી કમીટીઓ દ્વારા જુલુસના મુખ્ય આયોજક મહેબુબભાઈ અજમેરી અને એજાજબાપુ બુખારી સહિત કમિટીના તમામ હોદેદારોનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યુ હતું. જુલુસના રૂટ ઉપર ઠેર ઠેર સબીલોના આયોજન, ન્યાઝનું વિતરણ મુસ્લિમોની જુદી જુદી કમિટીઓ દ્વારા કરવામાં આવેલ. સૌના સહકારથી આ જુલુસ સફળ રહ્યુ હતુ અને આ જુલુસમાં ઈદે ગૌષુલવરા કમિટિના ૫૧ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જેમાં કમિટીના મુખ્ય આયોજક મહેબુબભાઈ અજમેરી, પ્રમુખ સૈયદ એજાજબાપુ બુખારી, ઉપપ્રમુખઃ અજરૂદીનબાપુ કાદરી, યુનુસભાઈ જુણેજા (જય હિન્દ), હબીબભાઈ કટારીયા, હાસમભાઈ ચૌહાણ, મહામંત્રીઃ ઈકબાલભાઈ બેલીમ, ડો. યુસુફબાપુ કાદરી, મંત્રીઓઃ રજાકભાઈ કારીયાણી, યુસુફભાઈ દલ, રજાકભાઈ જુણેજા, ફારૂકભાઈ બાવાણી, જબ્બારબાપુ કાદરી, સલીમભાઈ આરબ, પરવેજભાઈ કુરેશી, ગફારભાઈ ખલીફા, સબીરભાઈ કુવાડીયા, સભ્યોઃ મહેબુબભાઈ ચૌહાણ, ફિરોજભાઈ લાખવા, શબ્બીરભાઈ જશરાયા, મહેબુબભાઈ બેલીમ, ઈમ્તીયાજ દાઉદાણી, જુનેદ કચરા, સદામ દાઉદાણી, અકરમ સુમરા, અફજલ સુમરા, રિજવાન કુરેશી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ જુલુસમાં સુલેમાન સંઘાર, હાજી યુસુફભાઈ જુણેજા, હાજી આમદભાઈ સલોતે જુલુસમાં હાજરી આપી કમિટિના સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.

(3:38 pm IST)