રાજકોટ
News of Wednesday, 3rd January 2018

કરૂર વૈશ્ય બેંકની સાડા ત્રણ કરોડની ઉચાપતના કેસમાં ફરાર ઇડરનો અજીત મેવાડા પકડાયો

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા જોઇન્ટ કમિશ્નર ડી.એસ.ભટ્ટની સુચનાથી પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી.કે.ખાચર, હેડ કોન્સ. બાદલભાઇ તથા બકુલભાઇ, ધર્મેન્દ્રસિંહ, મધુકાંતભાઇ, હબીબભાઇ, સબ્બીરભાઇ, નિર્મળસિંહ તથા જયદેવભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. બાદલભાઇ તથા કોન્સ્ટેબલ હબીબભાઇ સમાએ બાતમીના આધારે એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કરૂર વૈશ્ય બેન્કમાં થયેલી રૂ. ૩.પ૮ કરોડની ઉચાપતના કેસમાં નાસતો ફરતો અજીત નટવરલાલ મેવાડા (રહે. ઇડર)ને નવા થોરાળા મેઇન રોડ પરથી પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા પોતે બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલી દેવાંગ ખીરા, શીતલ વખારીયા, સંદીપ મહેતા, દિવ્યેશ ચાવડા, ભાવીન ભટ્ટ, ધવલ કોશીયા, સાગર બાવીશી સાથે મળીને બેંકના ગ્રાહકોના સેવીંગ્સ તથા કરન્ટ એકાઉન્ટ તથા આઇ.એન.જી. લાઇફ પોલીસીમાંથી રૂ. ૩.પ૮  કરોડની ઉચાપત કરી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં બે માસ પહેલા ફરીયાદ થઇ હતી. ઉચાપત કર્યા બાદ અજીત મેવાડા કચ્છ બાદ ઇડર ભાગી ગયો હતો. ત્યાં એક બેંકમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતો હતો. ગઇકાલે નવા થોરાળામાં તેના માતા-પિતાને મળવા આવતા પેરોલ ફરલો સ્કવોર્ડે પકડી લીધો હતો.(૪.૧૫)

(3:33 pm IST)