રાજકોટ
News of Wednesday, 3rd January 2018

વેરાના બાકીદારો પાણી વગરનાઃ ૧૧ નળ કનેકશનો કટ્ટ

જાગનાથ, નવલનગર, રણછોડનગર, પેડક રોડ, સંત કબીર રોડ, ૧૫૦ રીંગ રોડ ગાંધીગ્રામ સહીતના વિસ્તારોમાં વેરા ઇન્સ્પેકટરોની ટૂકડીઓ ત્રાટકીઃ કુલ ૬ લાખના બાકી વેરાની વસુલાત

રાજકોટ, તા., ૩ : મ્યુ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા  કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઇ છે જે અંતર્ગત આજે સવારે વિનોદનગર, કુવાડવા રોડ, સંતકબીર રોડ, રણછોડનગર, ગાંધીગ્રામ, સૌરાષ્ટ્ર કલા, જાગનાથ પ્લોટ તથા નવલનગર સહિતના વિસ્તારોમાં ૧૧ નળ કનેકશન  કપાત કરવામાં આવેલ હતા. આજે ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા કુલ રૂ. ૬ લાખની વસુલાત કરવામાં આવી હતી. આ અંગે કોર્પોરેશનની સતાવાર માહીતી મુજબ ત્રણેય ઝોનની પેટા શાખા દ્વારા કડક વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેની વિગતો આ મુજબ છે.

ઇસ્ટ ઝોન

વેરા વસુલાત શાખા દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.-૪,૫,૬ ની એક ટીમ તથા  વોર્ડ નં ૧૫,૧૬,૧૮ વજીબેન સવદાસ – શિવપરા-૨, કુવાડવા રોડ બાકી રકમ  રૂ.૧,૦૯,૦૦૦/- માટે કનેકશન કપાત કરેલ છે.  મંજુલાબેન ગોબરભાઈ –સંત કબીર રોડ બાકી રકમ રૂ ૧,૫૬૦૦૦ માટે કનેકશન કપાત કરતા ચેક આપેલ છે. ભીખાભાઈ લદ્યરાભાઈ -૬- ચુનારાવાડ પરની મિલ્કત બાકી રકમ રૂ ૧,૨૮,૭૦૯ માટે કનેકશન કપાત કરેલ છે  ભીમજીભાઈ જીણાભાઈ -૬- ચુનારાવાડ પરની મિલ્કત બાકી રકમ રૂ૧,૬૦,૨૨૩  માટે કનેકશન કપાત કરેલ છે. અશ્વીંભાઈ વશરામભાઈ -૮—વિનોદનગર પરની મિલ્કત બાકી રકમ રૂ ૫૦૦૦૦ માટે કનેકશન કપાત કરતા ચેક આપેલ છે.  દિલીપભાઈ મારૂ -૮—વિનોદનગર પરની મિલ્કત બાકી રકમ રૂ ૬૦૪૦૬ માટે કનેકશન કપાત કરતા ચેક આપેલ છે. છગનભાઈ માવજીભાઈ સોલંકી ની નિલકંઠ પાર્ક-૫ ની મિલ્કતની બાકી રકમ રૂ ૧,૧૫,૭૧૪ની વસુલાત માટે નળ કને કપાત કરેલ છે. રમણીકભાઈ મોહનલાલ  ની પુનિત સોસાયટી ની મિલ્કતની બાકી રકમ રૂ ૯૬,૫૦૦ ની વસુલાત માટે નળ કનેકશન કપાત કરેલ છે.

આ કામગીરી આસિ. કમિશનર  વાસંતીબેન પ્રજાપતી આસી. મેનેજરશ્રી એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરોની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, કુંદન પંડ્યા,  એ એ મકવાણા, જે કે જોશી, ભરત રાઠોડ, હસમુખ કાપડીયા, , તથા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનમાં ૩ નળ કનેકશન કટ્ટ

વેસ્ટઝોનમાં રાજેશ અનંતરાય ઠાકર, ધરમનગર, ગાંધીગ્રામ પો.સ્ટે.સામે રાજકોટનું નળ કનેકશન કપાત કરેલ છે. ભરતભાઇ જાદવ, ન્યુ મહાવીર નગર માધવ હોલ સામે ગાંધીગ્રામનું નળ કનેકશન કપાત કરેલ છે. ગિરીશકુમાર દાસડીયા, પારીજાત સોસા.માં નળ કનેકશન કપાતની કાર્યવાહી કરતા ચેક આપેલ છે. હરીશકુમાર મહેતા ડોકટર સોસા. સાધુ વાસવાણી રોડનું નળ કનેકશન કપાતની કાર્યવાહી કરતા ચેક આપેલ છે. ભારતીબેન પારેખ 'ચટકાઝ' શકિતનગર-૧, કાલાવડ રોડનું નળ કનેકશન કપાત કરેલ છે. ભારતીબેન કોટેચા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રનું નળ કનેકશન કપાતની કાર્યવાહી કરતા ચેક આપેલ છે.

હેમીબેન મુલષિયા, શકિતનગર - નળ કનેકશન કપાતની કાર્યવાહી કરતા ચેક આપેલ છે. જમનાદાસ સાવલિયા, જમના હેરીટેજ - નળ કનેકશન કપાતની કાર્યવાહી કરતા વસુલાત આવેલ છે. રમેશભાઈ વઘાસિયા, ગોવિંદરત્ન બંગ્લોઝ-૨ - નળ કનેકશન કપાતની કાર્યવાહી કરતા ચેક આપેલ છે. આ કામગીરી ઝોનલ આસિ. કમિશનરના સીધા માર્ગદર્શન અને આસિ. મેનેજરશ્રીની સૂચના હેઠળ વેસ્ટ ઝોનના તમામ ૬ વોર્ડના વોર્ડ ઓફિસર, વોર્ડ ટેકસ ઈન્સ્પેકટર, વોર્ડ ડિમાન્ડ કલાર્ક અને વોર્ડ કલાર્ક દ્વારા કરવામાં આવેલ છે. આ કામગીરીના કેટલાક ફોટોગ્રાફસ સામેલ છે.

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં બાકી વેરા વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વિમાનગરમાં પાણી વેરાની રૂ.૬૪ હજારની વસુલાત કરી હતી. જાગનાથમાં આવેલ 'વસુંધરા કોમ્પ્લેક્ષ'નું નળ કનેકશન કપાત કરવામાં આવ્યુ હતુ. જમનાદાસ વલ્લભદાસ નૈનુજી, ૮-નવલનગરની ૧,૭૦,૧૬૭ની વસુલાત માટે નળ કનેકશન કપાત કરેલ છે. આજરોજ ર નળ કનેકશન કપાત કરી રૂ.૪,૬૪,ર૦૩ની વસુલાત કરવામાં આવી હતી. આ કામગીરી ઇન્સ્પેકટર તેમજ આસી. મેનેજર રાજીવ ગામેતી તથા સેન્ટ્રલ ઝોન તમામ વોર્ડ ઓફિસર ધૈર્યભાઇ જોષી, વિજયભાઇ ઓડેદરા તથા આરતીબેન નિમ્બાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(3:31 pm IST)