રાજકોટ
News of Wednesday, 3rd January 2018

રાજયમાં મુસ્લિમ સમાજને સંગઠિત કરવા મુસ્લિમ એકતા મંચ-મેદાને

દરેક તબકકાના લોકોને સંગઠિત કરાશેઃ દરેક જીલ્લા કક્ષાએ સંમેલનો યોજાશે

રાજકોટઃ તા.૩, મુસ્લીમ એકતા મંચના નેજા હેઠળ મુસ્લીમ સમાજને સંગઠિત કરવાનું એલાન કરી  ચુકેલા ઇમ્તીયાઝ પઠાણની યાદીમાં જણાવ્યું  છે કે આગામી સમયમાં ગુજરાતભરમાં મુસ્લીમ સમાજના આર્થિક અને સામાજીક વિકાસ થાય તે હેતુ સર ગુજરાતનાં દરેક જીલ્લામાં સંમ્મેલન યોજવાનું આયોજન હાથ ધરાયું છે. દેશમાં આઝાદીનાં ૭૦ વર્ષ બાદ પણ ગુજરાતમાં મુસ્લીમ સમુદાયની હાલત અત્યંત ગરીબ અને પછાત રહી જવા પામી છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહિવત છે. સમાજમાં અન્ય દુષણોએ પણ માઝા મુકી છે ત્યારે સમાજ એક છે તેવો સંદેશ આપવો જરૂરી બન્યો આ પ્રકારનાં ફીરકા પરસ્તી જેવા દુષણો દુર કરવા એક થવું સમયની માંગ થઇ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

હાલ ગુજરાત મુસ્લીમ સમાજનાં દરેક તબકકાના લોકોને ફિરકા પરસ્તી દુર થઇ પોતાની એકતા અને સંગઠિત બનવા પણ સમાજના ચિંતકોને આગળ આવવા મુસ્લીમ  એકતા મંચના અધ્યક્ષ ઇમ્તીયાઝ પઠાણ દ્વારા આહવાન કરાયું છે. જેથી આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં મુસ્લીમ સમાજના સંમેલનો યોજવાની તૈયારીઓ હાથ ધરાઇ છે. અને દરેક જિલ્લામાં સંમેલનો બાદ પ્રદેશ કક્ષાનું એક મહાસંમેલન  અમદાવાદ ખાતે  યોજવાની તૈયારી દર્શાવાઇ છે. આ  બાબતે ગુજરાતના દરેક શહેરોના યુવાનો તથા સમાજ માટે સતત કામ કરતાં તથા લડત આપતા નામી અનામી લોકો સાથે સંપર્કો કરવામાં આવી રહયા છે. ગુજરાત મુસ્લીમ સમાજ આગામી સમયમાં એક જુટ થઇ અને મુસ્લીમ સમાજના વર્ષોથી પડતર પ્રશ્નો તેમજ માંગો બાબતે સરકાર સમક્ષ રજુઆતો કરાશે. ગુજરાતના દરેક જિલ્લામાં સફળ સંમેલનોના આયોજનો માટે દરેક જિલ્લા કક્ષાએ મીંટીગોનો દોર પણ શરૂ કરાયો છે. આ સંમેલનો મુસ્લીમ સમાજના સંગઠીત થાય તે હેતુસર કરાઇ રહયા છે. કોઇપણ પ્રકારના લાભ અને મોહ વગર મુસ્લીમ સમાજના હિતસર કામ કરવા લોકોને આ મુમેન્ટમાં જોડાવા ઇમ્તીયાઝ પઠાણના (મો.૯૬૨૪૦ ૬૫૦૦૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.   તસ્વીરમાં મુસ્લીમ એકતા મંચના સર્વેશ્રી ઈમ્યિાઝ પઠાણ (જુનાગઢ) મો.૯૬૨૪૦ ૬૫૦૦૦, ઈમરાનબાપુ કાદરી (રાણાવાવ)  મો.૭૨૬૫૦ ૩૭૭૪૩, અફજલ રાઊમા (રાજકોટ) મો.૯૮૯૮૯ ૮૦૦૯૨, હલીમાબેન (રાજકોટ) મો.૯૯૦૪૫ ૩૯૬૮૬, ઈમરાન જોન (વેરાવળ) મો.૯૨૨૮૧ ૪૭૯૩૦, રસીદ લોહીયા (જસદણ) મો.૯૭૨૩૩ ૯૭૭૮૬, નજીરભાઈ (રાજકોટ) મો.૮૩૪૭૨ ૩૬૨૩૫, સલીમભાઈ (રાજકોટ) મો.૯૨૨૮૩ ૬૦૭૮૯ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 pm IST)