રાજકોટ
News of Wednesday, 3rd January 2018

સ્વાતંત્ર્ય સેનાની ચંદુભાઈ તેજુરાના પુત્ર અને વેબસાઈટ ડેવલોપર્સવાળા જતીનભાઈનું દુઃખદ અવસાન

હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો : સાંજે સ્મશાનયાત્રા

રાજકોટ, તા. ૩ : સ્વાતંત્ર્ય સેનાની ચંદુભાઈ તેજુરાના પુત્ર અને વેબસાઈટ ડેવલોપીંગના કાર્ય સાથે સંકળાયેલા જતીનભાઈ કારીયા (ઉ.વ.૫૯)નું આજે બપોરે હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયુ છે.

જતીનભાઈને ઘણા લાંબા સમયથી વાલની તકલીફ હતી. આજે સવારે તેઓને હૃદયરોગનો હુમલો આવતા તેમના પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ તબીબોની સારવાર કારગત નિવડી ન હતી.

સદ્દગત જતીનભાઈ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરના હતા. જેમાં સ્વ. અનિલભાઈ, મુકેશભાઈ, જતીનભાઈ અને પરાગભાઈ, બીનાબેન, ટીનાબેન અને રીટાબેન છે. તેઓ 'બકુલ'ના હુલામણા નામથી ઓળખાતા. તેઓ વેબસાઈટ ડેવલોપમેન્ટ અને ડીરેકટરી પબ્લીકેશનનું કામ કરતા હતા. સદ્દગત જતીનભાઈના બહેન મુંબઈ હોય, તેઓના આવ્યા બાદ મોડી સાંજે સ્મશાનયાત્રા નીકળશે તેમ પરાગભાઈ તેજુરા (મો.૯૪૨૬૨ ૫૪૬૧૧)એ જણાવ્યુ હતું.

સદ્દગતની સ્મશાનયાત્રા 'પરાગ', શ્રીજીનગર - ૭, રામેશ્વર ચોક, રાજકોટ ખાતેથી નીકળશે.(૩૭.૧૧)

(3:29 pm IST)