રાજકોટ
News of Wednesday, 3rd January 2018

તું ટીંગાઇ જા ને ગમે ત્યાં...રિક્ષામાં પાંચ-સાત નહિ સત્તર-સત્તર મુસાફરો...!!

આ રાજકોટ છે...અહિ આવા દ્રશ્યો રોજ જોવા મળે છે. જીવના જોખમે સવારી કરવાવાળા અહિ ઓછા નથી. અહિના કાલાવડ રોડ પર એક રિક્ષાચાલકે 'તાકાત'નું પ્રદર્શન કરી કાયદાના રખેવાળોને રિતસર પડકાર ફેંકયો હતો. રિક્ષામાં આગળ પાછળ-અંદર એમ ચારેકોર મુસાફરોને ઠાંસી-ઠાંસીને ભરી લીધા હતાં. લગભગ સત્તર જેટલા મુસાફરોને સમાવી દીધા હતાં. બાકી રહી ગયું હોય તેમ રિક્ષાની પાછળ પણ ત્રણ જણા લટકી ગયા હતાં. જેમાં એક યુવાન તો ટીંગાયા પછી ફોન પર વાત પણ કરતો હતો. ૧૦-૨૦ના ભાડાથી પાટા પર દોડતી આવી રિક્ષાઓઅ રોજ જોવા મળે છે. રાણી ટાવરથી કેકેવી ચોક તરફ આ રિક્ષા આવી રહી હતી...(ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:38 pm IST)