રાજકોટ
News of Wednesday, 3rd January 2018

'રૂડા' દ્વારા ઓનલાઇન સર્ટી.નો પ્રારંભ

બાંધકામ ધારકોને હવે કચેરી સુધી ધક્કા નહિ થાયઃ આંગળીના ટેરવે જ વિકાસ પરવાનગી મળી શકશેઃ ફાઇલોની મંજુરી અંગે પણ એસએમએસથી જાણ થઇ જશે

રાજકોટ, તા., રઃ 'રૂડા' દ્વારા હવેથી ઓનલાઇન બી.યુ.પી. સર્ટી. આપવાની સુવિધાનો પ્રારંભ કરાયો છે તેમ 'રૂડા'ના કારોબારી અધિકારી શ્રી પંડયાએ જણાવ્યું હતું. આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ સમગ્ર દેશમાં વિકાસ પરવાનગીના પ્રકરણોનું મુલ્યાંકન કરવામાં આવે છે ત્યારે ગુજરાત રાજય બીજા રાજયોની સ્પર્ધાત્મક સ્થિતિમાં અકિલા અગ્રેસર રહે તે માટે મોેડેલ બિલ્ડીંગ બાયલોઝ ગાઇડ લાઇન મુજબ વિકાસ પરવાનગીની પ્રક્રિયાની કાર્યવાહી ઝડપથી બને તે હેતુથી તમામ સતામંડળો, કોર્પોરેશન, જીઆઇડીસી તથા વિવિધ અન્ય સંસ્થાઓના પ્રકરણો આઇએફપી અકીલા પોર્ટલ પર વિકાસ પરવાનગી માટે અરજી કરવા શહેરી વિકાસ પરવાનગી તથા વપરાશ પ્રમાણપત્રની ઓનલાઇન અરજી રજુ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે જે તે આર્કિટેક દ્વારા સદર પોર્ટલમાં રજીસ્ટ્રેશન થતા તેમને મોબાઇલ પર એસએમએસ દ્વારા જાણ કરાશે. ત્યાર બાદ અરજદાર દ્વારા ઓન લાઇન એપ્લીકેશન ફોર્મની વિગત ભરપાઇ થાય છે અને જરૂરી ચાર્જીસ ભરપાઇ થાય છે અને અરજદાર દ્વારા મોકલેલ ફીઝીકલ ડોકયુમેન્ટ કચેરીને મળ્યાની જાણ જે તે અરજદારને એસએમએસ દ્વારા થાય છે અને પછી ફાઇલ મંજુર થયે જરૂરી આખરી ચાર્જીસ ભરપાઇ કરવાની જાણ પણ અરજદારશ્રીને એસએમએસ દ્વારા કરાશે પછી આખરી મંજુરીની જાણ પણ અરજદારશ્રીને એસએમએસ દ્વારા કરાશે. આમ ઉકત તમામ પ્રક્રિયા ખુબ જ સરળ બને છે અને દરેક સ્ટેજે અરજદારશ્રીને એસએમએસ દ્વારા જાણ થાય છે અને તેનાથી તેમની ફાઇલની સ્થિતિ સરળતાથી મેળવી શકશે.

(9:14 am IST)