રાજકોટ
News of Saturday, 3rd December 2022

સંજીવનીનું ઍક જ સૂત્રઃ દિલથી ગાવ, મનથી ગાવ

વહિદા, વૈજયંતિમાલા, ગુલઝારની હાજરીમાં સંજીવનીઍ લત્તાજીના માનમાં આખી કોન્સર્ટ કરી હતી : ૧૧ ડિસેમ્બરે આ વર્સેટાઈલ સીંગર રાજકોટની મહેમાન બનશેઃ વધાવી લેવા રાજકોટના સંગીતપ્રેમીઓ આતુર તાલ-તરંગ કલબનું સભ્યપદ ન મેળવ્યું હોય તો આજે જ મેળવી લ્યોઃ સુપરડુપર કાર્યક્રમોની વણઝાર

શાસ્ત્રીય ગીતો ગાવા જેને વધારે પસંદ છે અને હિન્દી સિનેમા જગતના યાદગાર ગીતો જેના હૃદયની નજીક છે તેવી સુ­સિધ્ધ બોલીવુડ પ્લેબેક સીંગર સંજીવની ભેલાંદે આગામી ૧૧ ડિસેમ્બરે રાજકોટના મહેમાન બનવાના છે અને રંગીલા રાજકોટવાસીઅોની સંગીત તૃષાને સંતોષવાના છે. તેઅો સારેગામાના પહેલા વિજેતા સ્પર્ધક રહ્ના છે ત્યારે આજના યુવા ગાયકોને તેઅો ખાસ સંદેશ આપે છે કે, દિલથી ગાવ, મનથી ગાવ.

સંજીનીને ઍક ઇન્ટરવ્યુંમાં કોઇઍ પૂછ્યુ કે, આજે ગાયકો સ્ટારવધુ બની ગયા છે. ત્યારે સંજીવની ભેલાંદે કહેલું કે, આજની પેઢીને કોઈ માર્ગદર્શનની જરૂરજ નથી. ઍમને ખબર છે કે કેવી રીતે ગાવું, બસ દિલથી ગાવ, મનથી ગાવ, અને આજ વસ્તુ સિંગર બનવામાં કામ આવે છે. આજની પેઢીઍ નકકી કરવું પડશે કે સ્ટાર બનવું છે કે સિંગિંગ સ્ટાર. જા કે કેટલાક લોકો સ્ટારડમ પાછળ ભાગવા લાગે છે, પરિણામે ગાવાનું જ છૂટી જાય છે.

સંજીવનીઍ લતાજીના માનમા ઍક આખી કોનસર્ટ કરી હતી. જેમાં વહિદા રહેમાન, ગુલઝાર, વૈજયંતીમાલા પણ હાજર હતા. આ ઉપરાંત સંજીવનીઍ ખાસ આશા પારેખ અને વહિદા રહેમાન પર કોન્સર્ટ કર્યા હતા જેને અપાર લોકિ­યતા મળી હતી. હવે આવા શો થતા નથી પણ સંજીવનીઍ કહેલું કે આવા શો તો થવા જ જાઈઍ.

પ્લેબેક સિંગર સંજીવની ભેલાંદેઍ ‘ચોરી ચોરી નઝરીન મિલી’ (કરીબ), ‘નિકમ્મા કિયા’, ‘યારા રબ રસ જાને દે’ (સોચા ના થા), ‘ઉલ્ઝાનોકો દે દિયા (નિયમો)’, જેવા કેટલાક મૂળ હિન્દી ફિલ્મી ગીતોનો શ્રેય આપ્યો છે. તેણીઍ ૧૯૯૯માં ‘ચોરી ચોરી નઝરે મિલી’ માટે શ્રેષ્ઠ પ્લેબેક ગાયક આશીર્વાદ ઍવોર્ડ જીત્યો હતો અને ‘ચુરાલોના દિલ મેરા સનમ’ માટે ફિલ્મફેર અને સ્ક્રીન નોમિની બન્યા હતા. આ ઉપરાંત ગાયિકા સંજીવનીઍ બીજું અનોખું આલ્બમ ‘રાગ ઇન ઍ સોંગ’ બનાવ્યું છે. જેમાં સંપૂર્ણ શાસ્ત્રીય રાગો આધારિત ગીતોને લેવામાં આવ્યા છે. ગીત ફોર્મેટમાં રેકોર્ડ કરાયેલ બંદિશ, તેના ગીતો ‘ઘર જાને દે’ અને ‘લત્ત ઉલ્ઝી’ની ખુબજ ­શંસા કરવામાં આવી હતી. તો આવા અદભૂત ગાયિકા સંજીવની ભેલાંદેના કંઠે લાજવાબ ગીતોને માણવા રાજકોટવાસીઅો તૈયાર છો ને? આ અને આવા અવિસ્મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્ય બનવા ‘તાલ તરંગ ગ્રૂપ’ ભારતીબેન નાયકનો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો.

 

તમામ પ્રકારના મ્યુઝિકલ શો- ઈવેન્ટસમાં અોલ બોલીવુડ ઈવેન્ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્વઃ કોઈપણ પ્રસંગોઍ ઈવેન્ટ્સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોઍ સંગીત સંધ્યા, ઇન્ડીયન કલાસીકલ સોîગ્સ, ગઝલ, ઍવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(12:02 pm IST)