રાજકોટ
News of Friday, 3rd December 2021

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલની યાદી જાહેરઃ સોમવારે ઉમેદવારી નોંધાવશે

પ્રમુખપદે અમિત ભગત, ઉપપ્રમુખપદે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી માટે દિલીપભાઈ મેહતા, જોઈન્ટ સેક્રેટરી માટે ધર્મેશ સખીયા, ટ્રેઝરર માટે જીતેન્દ્ર પારેખ અને લાયબ્રેરી સેક્રેટરી માટે સુમિત વોરાના નામો જાહેરઃ ૧૭ ડીસેમ્બરે યોજાનાર ચૂંટણી પૂર્વે આજથી કડકડતી ઠંડીમાં વકીલોની ચૂંટણીમાં ગરમાવોઃ સોમવારે વાજતે-ગાજતે વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરશે

રાજકોટઃ બાર એસો.ની ચૂંટણીના સમરસ પેનલના હોદેદારો આજે 'અકિલા'ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. પ્રસ્તુત તસ્વીરોમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે યુવા એડવોકેટ અંશ ભારદ્વાજ અને તેમની ટીમના હોદેદારો દર્શાય છે. નીચેની તસ્વીરમાં 'અકિલા'ના પત્રકાર નયનભાઈ વ્યાસ સાથે સમરસ પેનલની ટીમના હોદેદારો અને ટેકેદારોમાં જે.એફ. રાણા, રાહુલ પાટડીયા, નિલેષ પટેલ દર્શાય છે. જ્યારે છેલ્લી તસ્વીરમાં પ્રમુખપદના હોદેદાર અમિતભાઈ ભગત, ઉપપ્રમુખપદના સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદના ઉમેદવાર દિલીપ મેહતા, જો. સેક્રેટરીના ઉમેદવાર ધર્મેશ સખીયા, ટ્રેઝરર પદના ઉમેદવાર જીતેન્દ્ર પારેખ તથા લાયબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર સુમિત વોરા દર્શાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૩ :. રાજકોટ બાર એસો.ની આગામી તા. ૧૭ ડીસેમ્બરે ચૂંટણી યોજાયેલ છે, ત્યારે આવતીકાલ તા. ૪ ડીસેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થાય છે ત્યારે આજે સમરસ પેનલના હોદેદારોની યાદી જાહેર કરવામાં આવી છે.

આજે 'અકિલા'ની શુભેચ્છા મુલાકાતે આવેલ સમરસ પેનલના જે હોદેદારોની યાદી જાહેર થયેલ છે. તેમાં પ્રમુખપદ માટે અમિત એસ. ભગત, ઉપપ્રમુખ માટે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી માટે દિલીપ એસ. મેહતા, જોઈન્ટ સેક્રેટરી માટે ધર્મેશ જી. સખીયા, ટ્રેઝરર માટે જીતેન્દ્ર એચ. પારેખ અને લાયબ્રેરી સેક્રેટરીના પદ માટે સુમિત ડી. વોરાના નામની યાદી જાહેર કરવામાં આવી છે.

આ ૬ ઉમેદવારો આગામી ૬ અને સોમવારના રોજ ૧૨.૩૯ કલાકના વિજય મુહુર્તે વાજતેગાજતે ઉમેદવારી નોંધાવશે તેમ પ્રેસ મુલાકત દરમ્યાન જણાવ્યુ હતું.

સમરસ પેનલના જે ઉમેદવારોની સુચિ જાહેર કરવામાં આવી છે. તેને ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, શ્યામલ સોનપાલ, ભાજપ લીગલ સેલના હિતેષભાઈ દવે, ક્રિમીનલ બારના તુષાર વસલાણી વિગેરે એ ટેકો જાહેર કર્યો છે. દરમ્યાન કડકડતી ઠંડીમાં વકીલોની ચૂંટણીમાં આજથી ગરમાવોે આવ્યો છે.

રાજકોટના જાણીતા યુવા એડવોેકેટ અને ભાજપ લીગલ સેલના સંયોજક અંશભાઈ ભારદ્વાજની આગેવાની હેઠળ સમરસ પેનલના ઉમેદવારોએ આજે પ્રેસ મુલાકાત લીધી હતી. આ તબક્કે શ્રી ભારદ્વાજ સાથે પેનલના ઉપરોકત હોદેદારો તેમજ સિનીયર એડવોકેટ જે.એફ. રાણા, રાહુલ પાટડીયા, નિલેશ પટેલ તેમજ રેવન્યુ બાર એસો.ના સી.એચ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના જે ઉમેદવારો જાહેર થયેલ છે તેઓનો ટૂંકો પરિચય નીચે મુજબ છે.

અમિત એસ. ભગત

પ્રમુખ પદના ઉમેદવાર

શ્રી અમિત એસ. ભગત છેલ્લા ૨૮ વર્ષોથી વકીલાત કરે છે અને સીવીલ, બોર્ડ ઓફ નોમીની તથા ક્રિમીનલ તથા રેવન્યુ પ્રેકટીસ ધરાવે છે. વકીલાતની શરૂઆત રાજકોટના સિનીયર વકીલ શરદભાઈ તથા મધુસુદનભાઈ સોનપાલ સાથે કરેલ. રાજકોટ બારમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતા હોવાથી જેથી ૬ વાર કારોબારી સભ્ય, બે વાર જોઈન્ટ સેક્રેટરી, બે વાર ટ્રેઝરર તરીકે સેવા આપેલ અને બે વાર હોદેદારમાં બિનહરીફ પણ ચૂંટાયેલ બારના સિનીયર તથા જૂનીયર ધારાશાસ્ત્રીઓમાં ખૂબ જ લોકચાહના તથા પ્રસિદ્ધિ તેમજ નિર્વીવાદ વ્યકિતત્વ ધરાવે છે અને તમામ સિનીયર તથા જુનીયર વકીલશ્રીઓનો ટેકો સાંપડી રહેલ છે અને સમરસ પેનલમાંથી પ્રમુખપદ પર ચૂંટી કાઢવા નમ્ર અપીલ કરેલ છે.

સિધ્ધરાજસિંહ કે. જાડેજા

ઉપપ્રમુખ પદના ઉમેદવાર

રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય સને ૧૯૯૭ ની સાલમાં શરૂ કરેલ અને સને ર૦૦૧ ની સાલમાં પ્રતિષ્ઠિત રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકેનાની ઉંમરે જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલ.

સને ર૦૦૩ ની સાલમાં જુનીયર બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે સર્વ સંમતિ થી બિનહરીફ ચૂંટાયેલ હતા તેમજ સને ર૦૦૮ ની સાલમાં ઇન્ડીયન એસોસીએશન ઓફ લોયરર્સના ડીસ્ટ્રીકટ ચેરમેન તરીકે નિમણુંક પામી વકીલોના પ્રશ્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલ છે. તેમજ સને ર૦૦૯ ની સાલમાં ક્રિમીનલ બાર એસોસીએશન રાજકોટનાં સેક્રેટરી તરીકે નિમણુંક થયેલ અને ફોજદારી પ્રેકટીશ કરતા વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ પ્રશ્નોને અગ્રતાક્રમ આપી સત્વરે નિર્ણય લઇ નિકાલ કરેલ હતો.

તેમજ સને ર૦૧૦ માં રાજકોટ બાર એસોસીએશનમાં ટ્રેઝરર (ખજાનચી) તરીકે બિનહરીફ ચૂંટાઇ આવી વકીલોના તમામ પ્રશ્નોનો નિકાલ લાવેલ હતાં.

તેમજ સને ર૦૧૩ અને ર૦૧૯ ની સાલમાં  રાજકોટ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ પદે જંગી બહુમતીથી મતો મેળવીને ચૂંટાઇ આવેલ હતાં. તેઓએ વકીલોને ચૂંટી કાઢવા અપીલ કરી છે.

સેક્રેટરીના ઉમેદવાર દિલીપ એમ.મહેતા

દિલીપ.એમ.મહેતા -એડવોકેેટ રાજકોટ બાર એશોસીએશનની વર્ષ ૨૦૨૨ની અત્યંત રોચક ચુંટણીમાં સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધવવા જઇ રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૨થી રાજકોટ ખાતે સિવિલ તથા રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે. અને તેઓની ગુજરા સરકાર (લીંગલ ડીપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તથા આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર તરીકે નિમણુક થયેલ છે. અને તેઓ પ્રમાણિકતાથી નિષ્ઠા અને ખંતપૂર્વક તેમની ફરજ બજાવી રહ્યા છે અને નોટરી બાર એસોસિએશનના સભ્ય છે. દિલીપભાઇ મેહતા રાજકોટ  રેવન્યુ બાર એસોશીએશનના સ્થાપક ઉપપ્રમુખ છે. તેઓ લીગલ સેલ, રાજકોટ શહેરમાં કેમ્પસ કન્વિનર તરીકે સેવા આપી ચુકેલ છે. તે ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર છે અને પ્રાથમીક વર્ગ શીક્ષીત છે. તેઓ બ્રહ્મસમાજમાંથી આવતા અત્યંત શાંત, સૌમ્ય અને મળતાવળા સ્વભાવના હોય તેઓની ઉમેદવારી તમામ એડવોકેટોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. તેઓ રાજકોટ બાર એસોસીએશનની સમરસ પેનલમાં સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા હોય તેથી તમામ સીનીયર તથા જુનીયર વકીલોમાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઇ રહ્યુ છે.

ધર્મેશ જી. સખીયા -એડવોકેટ જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર

શ્રી ધર્મેશ જી. સખીયા એડવોકેટ રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં સમરસ પેનલમાંથી જોઇન્ટ સેક્રેટરીના પદ માટે ઉમેદવારી નોંધાવવાના છે. વર્ષ ૨૦૧૫-૧૬માં કારોબારી સભ્ય તરીકે રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં કારોબારી સભ્ય તરીકે રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં જંગી બહુમતીથી ચુંટાઇ આવેલ અને તેઓની અમુલ્ય સેવા આપી ચુકેલ છે. તે સમયગાળા દરમ્યાન વકિલો માટેના બે -દિવસ પ્રવાસનું સુંદર આયોજન કરેલ તથા વકિલો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ સફળ આયોજન કરેલ. હાલમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંપર્ક પ્રમુખ તરીકે પણ જવાબદારી નીભાવી રહ્યા છે. રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનમાં સંગઠન કમીટીના સભ્ય તરીકે સેા આપી કોવિડ-૧૯ના લોકડાઉનના સમયમાં વકિલોને ભારતમાં સૌપ્રથમ રાશન કિટ વિતરણ કરવામાં આવેલ તેમાં તેઓએ સહયોગ આપી કિટ વિતરણ વ્યવસ્થામાં અમુલ્ય યોગદાન આપેલ છે. ખોડલધામ લીગલ સેલની નોલેજ શેરીંગ સેન્ટરમાં શરૂઆતથી જ અવિરત પણે સક્રીય રીતે સેવા આપી રહેલ છે. અને ખોડલધામ લીગલ સેલમાં સક્રિય સભ્યપદ ધરાવે છે. અને તે ઉપરાંત રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના કારોબારી સભ્ય તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે. તેઓએ વર્ષ ૨૦૧૦થી રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી.એચ.પટેલના જુનીયર તરીકે સિવીલ, ક્રિમિનલ તથા રેવન્યુ ક્ષેત્રે વકીલાતની શરૂઆત કરેલ અને ત્યારબાદ વર્ષ -૨૦૧૨ થી રાજકોટના મદદનીશ સરકારી વકીલશ્રી દીલીપભાઇ મહેતા તથા અતુલભાઇ જોષીના જુનીર તરીકે સિવિલ પ્રેકટીસનો બહોળો અનુભવ મેળવેલ છે. તેમજ પોતાના સાલસ અને સરળ સ્વભાવથી સમસ્ત વકિલ આલમમાં એક આગવી ઓળખ ઉભી કરી લોકચાહના પ્રાપ્ત કરેલ છે. અને તમામ સીનીયર જુનીયર વકિલશ્રીઓના સર્મથન તથા માર્ગદર્શનથી પોતાની ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા હોય તેઓને તમામ સીનીયર તથા જુનિયર વકિલઓના સર્મથન તથા માર્ગદર્શનથી પોતાની ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા હોય તેઓને તમામ સિનિયર તથા જુનિયર વકિલોના સાથ, સહકાર તથા ટેકા સાથે પ્રચંડ સમર્થન મળી રહેલ છે.

જીતેન્દ્ર એચ. પારેખ ટ્રેઝરર પદના ઉમેદવાર

આગામી રાજકોટ બાર એસોસિએશનની સને -૨૦૨૨ની ચુંટણી યોજાનાર છે. જેમાં સમરસ પેનલમાંથી શ્રી જીતેન્દ્ર એચ.પારેખ ટ્રેઝરર (ખજાનચી) પદ પર ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી રજુ રાખેલ છે. તેઓ સૌપ્રથમ શ્રી પંકજભાઇ દેસાઇ સાથે ત્યારબાદ શ્રી મિહીરભાઇ દવે સાથે ત્યારબાદ છેલ્લા અઢાર વર્ષથી શ્રી આર.ડી.ઝાલા વકિલશ્રી સાથે રહી વકિલાતની ક્રિમિનલ, સિવીલ અને રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહેલ છે. તેઓ જુનિયર એડવોકેટ એસોસિએશન અને હાલ સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસોસિએશનના કો-ફાઉન્ડર તરીકે રહેલા છે અને તેમાં છેલ્લા પંદર વર્ષથી સેવા આપી રહેલ છે. અને રાજકોટ બાર એસોસીએશનના ઇલેકશનમાં અલગ અલગ વર્ષમાં કારોબારી સભ્ય તરીકે ચાર વખત ચુંટાયેલા છે. અને છેલ્લા એક વર્ષથી ન્યુ કોર્ટ બિલ્િંડગ કમિટીમાં મેમ્બર તરીકે સેવા આપી રહેલ છે. તેમજ કોવિડ-૧૯ના સમયગાળામાં વકિલશ્રીઓના હિતાર્થે સેવા આપેલ અને ભારતીય જનતા પાર્ટીમાં લીગલ સેલમાં છેલ્લા પંદર વર્ષથી કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે તેમજ અન્ય સામાજીક તથા રાજકીય સંસ્થાઓમાં સેવા આપી રહેલ છે. ગુજરાતમાં સૌપ્રથમ તથા વકિલશ્રીઓને ફરજીયાત આપવાની થતી ઓલ ઇન્ડિયા બાર એકઝામિનેશનની પરીક્ષાના કલાસીસ ચાલુ કરાવેલ. તેઓનો મળતાવળો સ્વભાવ હોવાથી સિનીયર તથા જુનિયર એડવોકેટશ્રીઓમાં પોતાની આગવી ઉધી કરેલ છે અને હંમેશાન અજાતશત્રુ તરીકેની છાપ ધરાવે છે. તેમને સિનિયર તથા જુનિયર વકિલશ્રીઓનો બહોળો પ્રતિસાદ સાંપડી રહેલ છે.

સુમીતકુમાર ધીરજલાલ વોરા લાઇબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર

સુમીતકુમાર ધીરજલાલ વોરા-એડવોકેટ રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ૨૦૨૦ની ચુંટણમાં સમરસ પેનલમાંથી લાઇબ્રેરી સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા છે. તેઓ વકીલાતના વ્યવસાયમાં વર્ષ-૨૦૦૮થી ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના પૂર્વ સાસંદ સ્વ.અભયભાઇ ભારદ્વાજ અને જયદેવભાઇ શુકલની ઓફીસમાં જુનીયર તરીકે સિવિલ, ક્રિમીનલ તથા રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરે છે અને વર્ષ ૨૦૧૪-૧૫ તથા વર્ષ ૨૦૧૬-૧૭માં કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી વિજેતા થઇ રાજકોટ બાર એસોસીએશનમાં જવાબદારી સફળતાપુર્વક સંભાળી ચુકેલ છે. રાજકોટ બાર એસોસીએશન દ્વારા વકીલોના હીતમાં ચાલતા એડવોકેટ વેલ્ફર ફન્ડમાં કારોબારી સભ્ય તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિભાગના હયુમન રાઇટ્સ ડીપાર્ટમેન્ટમાં વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહેલ છે. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટમાં પેનલ એડવોકેટ તરીકે પોતાનું યોગદાન આપી રહેલ છે. રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનમાં સંગઠન કમીટીના સભ્ય છે.અને ખોડલધામ લીગલ સેલની નોલેજ શેરીંગ સેન્ટરમાં વકીલોના નોલેજ શેરીગની પ્રવૃતિમાં સતત કાર્યશીલ છે અને વકીલોના જ્ઞાન -માતા સમાન રાજકોટ બારની સમૃધ્ધ લાઇબ્રેરીના સેક્રેટરી તરીકે લોકલાડિલા યુવા એડવોકેટ શ્રી સુમીતકુમાર ધીરજલાલ વોરા ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા છે ત્યારે સિનીયર તથા જુનિયર વકીલોનું પ્રચંડ સમર્થન મળી રહેલ છે.

(3:36 pm IST)