રાજકોટ
News of Friday, 3rd December 2021

શહેર ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં કારોબારી બેઠકોનો ધમધમાટ

રાજકોટઃ. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ અને મહાનગર કક્ષાએ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, ત્યાર બાદ વોર્ડ કક્ષાએ બુથ સુધીના કાર્યકર્તાઓનો સમાવેશ કરી કારોબારી બેઠક યોજાતી હોય છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. ૨, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૫ની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, લાખાભાઈ સાગઠીયા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કશ્યપ શુકલ, ડો. પ્રદિપ ડવ, વિક્રમ પુજારા, દેવાંગ માંકડ, સુરેન્દ્રસિંહ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હવે વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૧૩, ૧૪, ૧૬, ૧૮માં કારોબારી બેઠક યોજાશે. જેમાં શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કારોબારી બેઠકમાં વોર્ડના વોર્ડ પ્રમુખ-પ્રભારી, મહામંત્રી, શહેરના હોદેદારો, વોર્ડના કારોબારી સભ્યો, વોર્ડના કોર્પોરેટરો, મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(2:56 pm IST)