રાજકોટ
News of Friday, 3rd December 2021

ફાયરીંગના ગુનામાં ફરાર રાજદિપ તાળા અને તેનો ભાઇ અભિષેક તાળા ભાગેડૂ જાહેર થયા

કોંગી કાર્યયર ગાંધીગ્રામના હર્ષિત જાની પર જ્યોતિનગરમાં ફાયરીંગ કરતાં પંદર દિવસ પહેલા ગુનો નોંધાયો'તોઃ હવે નહિ પકડાય તો મિલ્કતો ટાંચમાં લેવા કાર્યવાહી થશે

રાજકોટ તા. ૩: કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ જ્યોતિનગરમાં ૧૮મી નવેમ્બરના રોજ ગાંધીગ્રામ ગોવિંદનગર-૧માં રહેતાં કોંગ્રેસના કાર્યકર હર્ષિત જાની પર ફાયરીંગ થતાં આ મામલે યુનિવર્સિટી પોલીસે કોંગી કાર્યકર રાજદિપ તાળા અને તેના ભાઇ અભિષેક તાળા વિરૂધધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં આરોપી ૧૪ દિવસ સુધી ન પકડાતાં કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબ બંને ભાઇઓને ભાગેડૂ જાહેર કરી વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હજુ પણ જો આ બંને નહિ પકડાય તો મિલ્કતો ટાંચમાં લેવાની કાર્યવાહી થઇ શકે તેમ હોવાનું જણાવાયું છે.

વિગત એવી છે કે ગાંધીગ્રામનો કોંગી કાર્યકર હર્ષિ જાની ગત ૧૮મીએ મિત્રો સાથે જ્યોતિનગરમાં હતો તયારે તેણે અભિષેક અને રાજદિપ વિશે બીજા એક મિત્રને પુછ્યું હોઇ તે બાબતે માથાકુટ થતાં બંને તાળા બંધુએ ત્યાં આવી માથાકુટ કરી હતી. જેમાં એક રાઉન્ડ ફાયરીંગ થયું હતું. જો કે હર્ષિતે પગ દૂર લઇ લેતાં ગોળી જમીનમાં જતી રહી હતી. ઉઘરાણીના મામલે ડખ્ખો થયાની વાતો પણ વહેતી થઇ હતી. જો કે ફરિયાદમાં આ કારણ અપાયું નહોતું. સામાન્ય રીતે આરોપીઓ લાંબા સમય સુધી ન પકડાય તો જ તેને કોર્ટમાંથી ભાગેડૂ જાહેર કરાવવાની કાર્યવાહી પોલીસ કરાવતી હોય છે. પરંતુ આ કેસમાં ૧૪ દિવસ બાદ જ આ કાર્યવાહી થઇ છે. પોલીસે કહ્યું હતું કે આરોપીઓના કોઇ લોકેશન પણ મળતાં ન હોઇ અને સતત અનેક ઠેકાણે તપાસ કરવા છતાં હાથમાં આવ્યા ન હોઇ જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એબ. બી. જાડેજા અને સ્ટાફ ધવુ તપાસ કરે છે.

(2:48 pm IST)