રાજકોટ
News of Thursday, 3rd December 2020

વોર્ડ નં. ૧૬માં રોડ સાઇડમાં પેવિંગ બ્લોક નહીં નંખાતા લોકરોષઃ ગ્રાન્ટ કયાં ગઇ?

રાજકોટ : શહેરમાં વોર્ડ નં. ૧૬ માં જંગલેશ્વર આસપાસ અનેક વિસ્તારોની રોડ સાઇડમાં હજુ ધુળનાં ઢેફા ઉડી રહ્યા છે પેવિંગ બ્લોક નાંખવા અનેક રજુઆતો કરાઇ છતાં ફરિયાદ નથી ઉકેલાતી ઉપરાંત ભૂગર્ભ ગટરની સફાઇ નથી થતી, કચરાનાં ઢગલા પણ નથી ઉપાડવાળા આવતાં ત્યારે આ વિસ્તારનાં સામાજીક કાર્યકરે એવો આક્ષેપ કર્યો છે કે પેવિંગ બ્લોક તમામ વોર્ડમાં નંખાઇ રહ્યા છે ત્યારે આ વોર્ડની ગ્રાન્ટ કયાં વપરાઇ ગઇ? તસ્વીરમાં ગંદકી અને ધુળનાં ઢગલાં નજરે પડે છે ત્યારે આ સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવો. બુખારી બાપુએ માંગ ઉઠાવી છે.

(3:49 pm IST)