રાજકોટ
News of Thursday, 3rd December 2020

આરટીઓમાં હેવી ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા બોગસ ડોકયુમેન્ટ જોડવાના ગુનામાં ગોપાલ પકડાયો

બે વર્ષ પહેલા આર.ટી.ઓમાં એજન્ટો સહિતના ૩૯ જેટલા આરોપીઓની ધરપકડ થઇ હતીઃ ગોપાલ ભરવાડ એક વર્ષથી ફરાર હતો

રાજકોટ તા. ૩ : શહેરની આર.ટી.ઓમાં બે વર્ષ પહેલા ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઉભા કરી કૌભાંડ આચરનારા ૩૯ જેટલા શખ્સોને અગાઉ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા આ ગુનામાં એક વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફરલો સ્કવોડની ટીમે પકડી લીધો હતો.

શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ પેરોલ રજા પરથી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તેમજ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે સુચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ.એસ.અંસારી, ધમભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, બાદલભાઇ, હેડ કોન્સ ઝાહીરભાઇ, બકુલભાઇ વાઘેલા, કિશોરદાનભાઇ, જયદેવભાઇ, ધિરેનભાઇ, મહંમદ અઝરૂદીનભાઇ, ભુમીકાબેન, સોનાબેન તથા હરીભાઇ  સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ જયદેવભાઇ પરમાર અને હરીભાઇ બાલાસરાને મળેલી બાતમીના આધારે વાંકાને રના વરડુસર ગામના ગોપાલ સિંધાભાઇ લાકમાં (ઉ.૩પ) ને પકડી લીધો હતો ગોપાલ આર.ટી.ઓમાં એજન્ટો મારફતે હેવી ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવાની લાયકાત ન ધરાવતા હોવા છતા બોગસ ડોકયુમેન્ટ બનાવડાવી આર.ટી.ઓના ફોર્મમાં જોડીને ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવી લેવાના ગુનામાં એક વર્ષથી ફરાર હતો બે વર્ષ પહેલા આર.ટી.ઓમાં બોગસ દસ્તાવેજો જોડીને ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવાના ગુનામાં ક્રાઇમ બ્રાંચે ૩૯ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.

(3:48 pm IST)