રાજકોટ
News of Thursday, 3rd December 2020

રાજકોટની કોવીડ-૧૯ હોસ્પીટલોનું કોરોના અંગે વીમા કંપનીઓ સાથે ટાઇઅપઃ પણ 'કેશલેસ' માં હાથ ઉંચા કર્યા

કુલ ર૪ માંથી મોટાભાગની હોસ્પીટલો કેશલેસને અનુસરતી નથીઃ કલેકટરને ચોંકાવનારી ફરીયાદ : રેમ્યા મોહન ચોંકી ઉઠયાઃ આવી હોસ્પીટલોને ઝડપી લેવા રેન્ડમલી ચેકીંગ કરવા-ડોકયુમેન્ટ પણ આવરી લેવા આદેશો : રાજકોટમાં ૧ લાખથી વધુ લોકોએ કોરોના સામે વીમો લીધો છેઃ ૬૦ ટકા લોકોને 'કેશલેસ'માં સુવિધા ન મળીઃ કલેકટર ડીઝાસ્ટર એકટના પાવર સંદર્ભે તાકિદે યોગ્ય કરે તેવી માગણી

રાજકોટ તા. ૩ :.. શહેરમાં કોરોના સામે લોકો માટે રર થી ર૪ જેટલી ખાનગી કોવીડ-૧૯ હોસ્પીટલોને માન્યતા અપાઇ છે.

કોરોના દેશભરમાં પ્રસરતા કેન્દ્ર સરકાર અને ઇરડાએ કોરોના સામે ૯ાા મહિનાનાં વીમા કવચની જાહેરાત કરી છે, પરીણામે દેશભરમાં લાખો વીમા ઉતર્યા છે, રાજકોટમાં પણ અંદાજે ૧ લાખ લોકોએ કોરોના સામે અગમચેતી રૂપે ૩ થી પ લાખના વીમા ઉતાર્યા છે.

સરકારી અને ખાનગી તમામ વિમા કંપનીઓ મોટી મોટી ખાનગી હોસ્પીટલો સાથે ટાઇઅપ છે, એમાં કેશલેસ સુવિધા પણ આવી જાય છે, વિમા કંપનીના એજન્ટો પાસે રાજકોટના લોકોએ કોરોના સામે વિમા ઉતાર્યા સરકારી-ખાનગી વિમા કંપનીઓએ કેશલેસ અંગેની લેખીત ખાત્રી જે તે વિમો લેનારને આપી, પરંતુ રાજકોટની ર૪ માંથી ઘણી ખરી હોસ્પીટલોએ કોરાના અંગે દાખલ થનાર દર્દીને 'કેશલેસ' સુવિધા આપવા અંગે હાથ ઉંચા કરી દેતા ભારે દેકારો મચી ગયો છે, હોસ્પીટલો કહે છે, તમે ગમે તેમ કરો હાલ પૈસા ભરો, મેડીકલેઇમ અંગે તમારી કંપની સાથે સમજી લેજો, વિમો ઉતારનાર એજન્ટો પણ આવી ફરીયાદોથી હતપ્રત બની ગયા છે.

રાજકોટના સંખ્યાબંધ મધ્યમ વર્ગના લોકોએ કોરોના સામે ૩ થી પ લાખના એક વખતનું પ્રીમીયમ ભરી વિમા ઉતરાવ્યા છે, પરંતુ જેમને કોરોના થયો અને ખાનગી હોસ્પીટલ સમક્ષ કેશલેસની વાત કરી તો નિરાશ થવુ પડયું, આ બાબતે આજે કલેકટર સમક્ષ પણ ફરીયાદો આવતા તેઓ ચોંકી ઉઠયા હતાં., કલેકટર પાસે હાલ કોવીડ-૧૯ ને  ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ભારે પાવર છે, તેઓ આ બાબતે તાકિદે તપાસ કરે તે જરૂરી બની ગયું છે.

દરમિયાન 'અકિલા' સાથેની વાતચીતમાં કલેકટરે ખાત્રી આપી હતી કે આ બાબતે રેન્ડમલી ચેકીંગ તેમાં ડોકયુમેન્ટ પણ આવરી લેવા અંગે અમે સીટી પ્રાંત-૧ અને અન્ય અધિકારીઓને આદેશો આપી રહ્યા છીએ.

(3:45 pm IST)