રાજકોટ
News of Thursday, 3rd December 2020

૧ હજાર કરોડની ૩૮૦ એકર જમીન ખાલસા કરતા ચરણસિંહ ગોહીલ

રાજકોટ તાલુકાના જીવાપર-બામણબોરના ૪ સર્વેની જમીન અંગે સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલનો ખળભળાટ મચાવતો ચૂકાદો : સુપ્રીમ કોર્ટે તમામ પીટીશન રદ કરી છતાં ખોટુ અર્થઘટન કરી ર૦૧૭ માં ચોટીલા મામલતદારે ૩૭૮ એકર જમીન માલીકીની ઠરાવ્યાનો ધડાકો : કુલ ૧૭ પક્ષકારોઃ તમામ દલીલોનો છેદ ઉડાવી દેવાયોઃ કલેકટર તથા એડી. કલેકટરને રીપોર્ટ કરાયોઃ પત્રકારોને વિગતો આપતા પ્રાંત

રાજકોટ, તા. ૩ : રાજકોટ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે ર-પ-ર૦૧૮થી રાજકોટ તાલુકામાં ભળેલા પ ગામોમાંથી બે ગામ જીવાપરસર્વે નં. ૪૭ની ૧૭૧ એકર જમીન, સર્વે નં. ૮૪ની પપ એકર, બામણબોર સર્વે નં. પ૯ની ૧૯૦ એકર તથા સર્વે નં. ૯૮થી ૩૩ એકર એમ કુલ ૪પ૦ એકર અને ૩ર ગુંઠા જમીન અંગેનો ખેતી જમીન ટોચ મર્યાદા કલમ -૩પ હેઠળ અ.એલ.સી.નો કેસ ચલાવી ચોટીલા મામલતદાર અને લીંબડી પ્રાંતનો હુકમ અમાન્ય ગણી રદ કરી ખોટી રીતે અરજદારોને અપાયેલ ૩૮૦ એકર જમીન કે જંત્રી મુજબ હાલના ભાવ પ્રમાણે અંદાજે ૧ હજારથી ૧ર૦૦ કરોડની થવા જાય છે, તે ૩૮૦ એકર જમીન ખાલસા-ફાજલ કરતો હુકમ કરતા સનસનાટી મચી જવા પામી છે. જમીનશ્રી સરકાર દાખલ કરી કલેકટર અને એડી. કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે. આ જમીન અંગે કુલ ૧૭ પક્ષકારો હતા, તે તમામની દલીલો અમાન્ય ગણાવી જમીન સરકારી કરી દેવાઇ છે.

આ ખળભળાટ મચાવનારા ચૂકાદા અંગે આજે બપોરે ૧ વાગ્યે પત્રકારોને માહિતી આપતા સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, આ જમીન અંગે અનેક વખત ઉતરોતર રેલો ચાલ્યા, હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે અરજદારો વિરૂદ્ધ ચૂકાદા આવ્યા, સુપ્રીમ કોર્ટે તો વીડ-રોકવાળી-પોતખરાબા અને બંજર જમીન હોય તે ખેતીની જમીન ગણાવી તેમ જણાવી તમામ બધી પટીશન ડીસમીસ કરી આમ છતા ર૦૧૭માં ચોટીલા બેઇઝમાં જે તે વખતના મામલતદાર ચોટીલાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ખોટુ અર્થઘટન કરી નવેસરથી કેસ ચલાવ્યો અને કુલ ૪પ૦ એકર જમીનમાંથી ૩૭૮ એકટર જમીન રામભાઇ નાનભાઇ ખાચર અને અન્ય ૭ મળી કુલ ૭ યુનિટ એટલે કે ૩૭૮ એકર જમીન આપી દીધી અને ૭ર એકર જમીન ફાજલ કરતો ચૂકાદો આપ્યો, જેને લીંબડી પ્રાંતે માન્ય ગણ્યો હતો.

શ્રી ચરણસિંહ ગોહીલે જણાવેલ કે ચોટીલા મામલતદારે ચૂકાદો આપ્યો તે બાબત સરકાર પાસે પહોંચી હતી, અને સરકારે આ હુકમ રદ કરવા કલેકટર સુરેન્દ્રનગરને જે તે સમયે સુચના આપી હતી.

આ પછી ર-પ-ર૦૧૮થી ઉપરોકત બંને ગામો રાજકોટ જીલ્લામાં ભળ્યા પરિણામે આ કેસ રાજકોટ કલેકટરમાં તબદીલ થતા કલેકટરશ્રી રાજકોટે નાયબ મામલતદારને ચોટીલા મામલતદારના હુકમ સામે પ્રાંત સમક્ષ અપીલ કરવા અધિકૃત કર્યા હતાં.

શ્રી ચરણસિંહ ગોહીલે ઉમેર્યું હતું કે, આ પછી નાયબ મામલતદારે સીટી પ્રાંત-ર સમક્ષ અપીલ કરતા અમે આ ચૂકાદા સામે સીધો મનાઇ હુકમ આપી દીધો હતો અને સુનાવણી ચાલુ કરાઇ હતી.

તેમણે આ કેસની પૂર્વાદ ભૂમિકા અંગે ઉમેર્યું હતું કે, સૌથી પહેલા ખેતી જમીન ટોચ મર્યાદાની કલમ -ર૧ હેઠળ રર-૧૧-૧૯૮૦માં કુલ ૪પ૦માંથી ૩૯૬ એકર ફાજલ કરાઇ હતી, આથી અરજદારો લીંબડી પ્રાંત સમક્ષ ગયા તો તેમણે જે તે સમયે હુકમ રદ કરી મામલતદારને ફરી કેસ ચલાવવા હુકમ કર્યો.

આ પછી આ કેસ પાટડી મામલતદાર સમક્ષ ચાલ્યો જેમાં ૧૯૮૬માં ઉપરોકત ૧૯૮૦નો ફાજલ હુકમ માન્ય રખાયો, આથી અરજદારો લીંબડી પ્રાંત સમક્ષ અપીલમાં આવ્યા, જયાં લીંબડી  પ્રાંત સમક્ષ આવ્યા, તો તેમણે પણ મામલતદારનો હુકમ માન્ય રાખ્યો.

આ પછી અરજદારો જીઆરડી સમક્ષ-મહેસુલ પંચ સમક્ષ અપીલમાં આવ્યા, તેમણે ૧૯૮૭માં ફરી વખત કેસ ચલાવવા ચોટીલા મામલતદારને સુચના આપી. આ પછી નવેસરથી માપણી થઇ તેમાં ૩૯૬માંથી ૧૬ એકર જમીન ખાણની નીકળતા તે આપી દેવાય.લ અને ૩૮૦ એકર જમીન ફાજલ કરતો ૧૯૮૮માં હુકમ મામલતદારે કર્યો આની સામે ફરી લીંબડી પ્રાંત, મહેસુલ પંચ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજદારોએ ઉતરોતર અપીલો કરી પણ કારી ન ફાવી.

આ પછી ર૦૧૭માં ફરી ચોટીલા મામલતદારે કેસ ચલાવ્યો અમે અરજદારની ત્રણ બહેનો એક પુત્રીને યુનિટ મળવા ન છતાં વધારાની ૪ યુનિટ આપી દીધા અને ૪પ૦ એકરમાંથી ૭ર એકર શ્રી સરકાર કરી ૩૮૦ એકર જમીન અરજદારોને ફાળવવાનો હુકમ કરી દીધો. આ પછી નાયબ કલેકટર શ્રી લીંબડીએ બારોબારનો અભિપ્રાય આપતા કેસનો રીપોર્ટ નિવાસી અધિક કલેકટર સુરેન્દ્રનગર સમક્ષ આવ્યો. તેમણે જમીન સુધારણા કમિશ્નરને કેસનો ચૂકાદો મોકલ્યો. આ ચૂકાદો જાણી જમીન સુધારણા કમિશનર ચોંકી ઉઠયા હતા અને તેમણે કલેકટરને તાકીદે મામલતદાર ચોટીલાનો હુકમ રદ કરવા સુચના આપી હતી.

આ પછી ર૯ વર્ષ બાદ નાયબ મામલતદાર રાજકોટ કે જેમને કલેકટરે અપીલ માટે નિયુકત કર્યા હતાં તેમણે પ્રાંત સમક્ષ અપીલ કરી હતી અને જમીન ટોચ મર્યાદા ધારાની કલમ ૬-૩-બી અને ૬-૩-બી મુજબ બંને દિકરીઓને જમીન આપી ન શકાય તેમ જણાવી જમીન શ્રી સરકાર દાખલ કરવા માંગણી કરી હતી.

આ પછી સીટી પ્રાંત-ર સમક્ષ ડેસ ચાલ્યો અને તેમણે ૧પ-૭-ર૦૧૭થી જે ૩૮૦ એકર જમીન આપતો હુકમ કરાયો હતો તે રદ કરી આ ૧ હજાર કરોડથી વધુની કિંમતી ૩૮૦ એકર જમીન શ્રી સરકાર-ખાલસા કરતો હુકમ કરતા ખળભળાટ  મચી ગયો છે. જમીન આજથી શ્રી સરકાર દાખલ થઇ છે અને મનાઇ હુકમ હવે ઉઠાવી લેવાયાનું સૃીટી પ્રાંત-ર શ્રી ગોહિલે ઉમેર્યું હતું.

(૧) રામભાઇ નાનભાઇ ખાચર

(ર) રાજેશ રામકૂભાઇ ખાચર

(૩) નાનજીભાઇ હાથીયાભાઇના

       વારસદાર ઇન્દ્રાબેન

       આલોકભાઇ ખાચર

(૪) રાણબા નાનભાઇ ખાચર

(પ) વાલબાબેન   ,,

(૬) બોનીબેન   ,,

(૭) આલેશભાઇ ખાચર

(૮) રાજેશ રામભાઇ

(૯) સરોજ  ,,

(૧૦) રામભાઇ નાનકુભાઇ

 * રામભાઇ નાનભાઇ ખાચર

 * રાજેશભાઇ રામકુભાઇ

 * સ્વ. નાનભાઇ હાથીયાભાઇ

    ખાચરના વારસદાર

 * મામલતદાર રાજકોટ તાલુકા

 * કંકૂબેન ગઢીયા

 * પાર્થ દિલીપભાઇ બોદર

 *ભાવેશ મનસુખભાઇ હરસોડા

 * કમલેશ બાવનજીભાઇ ધવા

 * ઇન્દીરાબેન આલેગભાઇ

 * ઉમેદભાઇ જશુભાઇ ધાંધલ

 * જશુભાઇ ધાંધલ

 * સુધીરભાઇ ચાંગેલા

 * અજય રતીલાલ બોસમીયા

 * મેહુલ રતીલાલ ,,

 * પ્રીતિ અજયકુમાર ,,

(3:45 pm IST)