રાજકોટ
News of Thursday, 3rd December 2020

ચંદ્રેશનગર - ગાંધીગ્રામ - ગુરૂપ્રસાદ ચોકના હોકર્સ ઝોનના ફેરીયાનું કોરોના ચેકીંગ : ૩ પોઝિટિવ નોંધાયા

મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ૩૦૦ લોકો સ્ક્રીનીંગ અને ૨૪૩ લોકોના ટેસ્ટીંગ કરાયા

રાજકોટ તા. ૩ : મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના ચંદ્રેશનગર હોકર્સ ઝોન માર્કેટ એસ.કે. ચોક માર્કેટ અને ગુરૂપ્રસાદ ચોક પાસેના હોકર્સ ઝોન ખાતેના ૩૦૦ ફેરીયાઓનું સ્ક્રીનીંગ અને ૨૪૩ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. આ ચેકીંગ દરમિયાન ૩ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે ચંદ્રેશનગર હોકર્સ ઝોન માર્કેટ, એસ.કે.ચોક માર્કેટ અને ગુરુપ્રસાદ ચોક પાસેના હોકર્સ ઝોન ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ચંદ્રેશનગર હોકર્સ ઝોન માર્કેટ ખાતેના કેમ્પમાં કુલ ૧૪૫ લોકોના સ્ક્રીનીંગ અને ૧૧૬ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી ૦૧ વ્યકિતને કોરોના પોઝિટિવ આવ્યો હતો, એસ.કે.ચોક માર્કેટ વોર્ડ નં. ૧ ખાતેના કેમ્પમાં કુલ ૧૧૪ લોકોના સ્ક્રીનીંગ અને ૯૨ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી ૦૨ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમજ વોર્ડ નં. ૧૩ ની ઓફીસ પાસે, ગુરુપ્રસાદ ચોક પાસે આવેલ હોકર્સ ઝોન ખાતેના કેમ્પમાં કુલ ૪૧ લોકોના સ્ક્રીનીંગ અને ૩૫ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી કોઈપણ વ્યકિતને કોરોના પોઝિટિવ આવ્યો ન હતો. આવ્યા હતા.

મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ સ્થળોએ કેમ્પ કરી આજે ૩૦૦ લોકોના સ્ક્રીનીંગ અને ૨૪૩ લોકોના ટેસ્ટીંગ કરાયા હતા જેમાંથી કુલ ૦૩ વ્યકિતને કોરોના પોઝિટિવ આવ્યા હતા.

(3:43 pm IST)