રાજકોટ
News of Thursday, 3rd December 2020

કર્ફયુની બારમી રાતે જાહેરનામાનો ભંગના ૧૮૦ કેસ

રાજકોટ તા. ૩: વિશ્વમાં કોરોના વાયરસની ફેલાતી મહામારીને અટકાવવા માટે સરકાર દ્વારા માર્ગદર્શીકા બહાર પાડી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં કોરોના મહામારીના બીજા તબકકામાં પણ પોલીસ દ્વારા જાહેરનામાનું પાલન કરાવી રહી છે જેમાં રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારમાં કર્ફયુનો ભંગ કરવા અંગેના ૧૮૦ કેસ દાખલ થયા છે.

(3:15 pm IST)