રાજકોટ
News of Thursday, 3rd December 2020

માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અભયભાઇને શ્રધ્ધા સુમન

પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજની વિદાયથી શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે. જયારે જયારે શિક્ષણ જગતના હોદેદારોને જરૂર પડતી ત્યારે એક માર્ગદર્શકની ભુમિકા અભયભાઇ પુરી પાડતા હતા. તેમ જણાવી રાજકોટ શહેર શિક્ષક સંઘના આગેવાનોએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા છે. આ પ્રાર્થના સમયે શિક્ષક સંઘના પ્રમુખ નરશીભાઇ પટોરીયા, મહામંત્રી વિલાસગીરી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:13 pm IST)