રાજકોટ
News of Thursday, 3rd December 2020

સીમેન્ટ, કોંક્રેચ, મીક્ષ્ચર ટેન્કરમાં ઇંગ્લીસ દારૂ મુદામાલ સહીત રૂ.૨૪,૩૧,૦૦૦/નાં કામમાં આરોપીના જામીન મુકત

રાજકોટ, તા.૩: ગત તા.૨૧-૧૦-૨૦૨૦નાં રોજ ડી.સી.બી. પો.સ્ટે.નાં  પી.એસ.આઈ. સહીતનો સ્ટાફ પેટ્રોર્લોગમાં હતો તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે રાજકોટ થી સરધાર ગામ જવા તરફનાં ભાવનગર રોડ પર એ.એમ.ડબલ્યુ. કંપનીનું સીમેન્ટ કોંક્રેચ મીક્ષ્ચર ટેન્કર નં. જીજે ૦૯ એએફ ૦૨૬૦માં ભારતીય બનાવટનો ઈગ્લીસ દારૂનો જથ્થો ભરેલ છે. જે રાજકોટથી સરધાર ગામ તરફ જવાનો છે. તેવી બાતમી મળતા ભાવનગર રોડ પર કાળપાટ ગામનાં પાટીયા પાસે આવેલ માં આશાપુરા હોટલ પાસે પોલીસ વોચમાં ગોઠવાયેલી હતી. તે દરમ્યાન રાજકોટ તરફથી એક સફેદ કલરનું સીમેન્ટ કોંક્રેચ મીક્ષ્યર ટેન્કર નં. જીજે ૦૯એએફ ૦૨૬૦ વાળું જોવામાં આવેલ. જેથી આડસ રાખી ટેન્કર ઉભુ રખાવેલ અને ટેન્કરને કોર્ડન કરી ડ્રાઈવીંગ સીટ પર બેઠેલ ઈસમને નીચે ઉતારી તેનું નામ પુછતાં બળવંતસિંહ સોનારામજી સાહુ, રહે.રાજસ્થાન વાળો હોઈ જેની પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય, જેથી સીમેન્ટ કોંક્રેચ મીક્ષ્ચર ટેન્કરનાં બન્ને સાઈડમાં આવેલ ઢાંકણા પાનાં વળે ખોલતાં અંદર અલગ-અલગ બ્રાંડનો ઈગ્લીસ દારૂ જોવામાં આવેલ. જે બોટલો ગણતા કુલ ઈગ્લીસ બોટલ દારૂ નંગ-૩૩૦૦ તથા મોબાઈલ તથા ટેન્કર મળી કુલ રૂ.૨૪,૩૧,૦૦૦/નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ.

જે અંગે ડી.સી.બી. પો.સ્ટે. ખાતે તા.૧૨/૧૦/ર૦ર૦નાં રોજ ગુન્હો નોંધાવી આરોર્પીને કોર્ટમાં રજુ કરતા રીમાન્ડની માંગણી કરતાં નામ. કોર્ટે આરોપીના રમાન્ડ પર સોંપેલો હતો. આરોપીએ રૌમાન્ડ દરમ્યાન હાલનાં આરોપી ભરતનું નામ તથા મોબાઈલ નંબર આપેલ. જે અનુસંધાને ડી.સી.બી. ઝો.સ્ટે. દાદરા આરોપી ભરત મગનભાઈ તલસાણીયા, રહે.જીવરાજનગર, આજીડેમ ચોકડી વાળાની અટક કરી નામ. કોર્ટમાં રજુ કરતાં આરોપી ભરત મગનભાઈ તલસાણીયાનાં એડવોકેટ નીલેશ એમ. અગ્રાવત એ આરોપીને જામીન મુકત થવા ચીફ જયુ. મેજી, સાહેબ, સમક્ષ અરજી ગુજારતાં નામ. કોર્ટએ તમામ પેપર્સ સાથે તપાસનીશ અધીકારીને હાજર રહેવા ફરમાવેલ હતું. અને તમામ પોલીસ પેપર્સ તથા આરોપીના એડવોકેટ નીલેશ અગ્રાવતની કાયદાકીય તથા હકીકત વિષયક ધારદાર દલીલ રજુ કરેલ તથા વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ તથા સરકારી વકીલ શ્રી તથા તપાસનીશ અધીકારી દ્વારા સદરહુ આરોપી પર ભુતકાળમાં ૧૦ ગુન્હા હોવાની રજુઆત કરેલ. આમ બંને પક્ષની દર્લીલો ધ્યાને લઈ રાજકોટનાં ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી એ આરોપી ભરત મગનભાઈ તલસાણીયાને જામીન પર મુકત કરેલ હતા.

આ કામમાં આરોપીનાં એડવોકેટ તરીકે રાજકોટનાં યુવા એડવોકેટ નીલેશ એમ. અગ્રાવત, જીજ્ઞેશ જે. તેરૈયા, એ.કે.ચૌહાણ, કૈશીક વી. સાવલીયા, જીતેન્દ્ર જી.. કુબાવત રોકાયેલા હતા.

(2:48 pm IST)