રાજકોટ
News of Thursday, 3rd December 2020

કુવાડવા રોડ લાલપરી નદીના પુલ નીચે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

શૈલેષ, મુકેશ, નીલેશ અને સીકંદરની ધરપકડ

રાજકોટ તા. ૩ :.. કુવાડવા રોડ પર લાલપરી નદીના પુલ નીચે બી. ડીવીઝન પોલીસે દરોડો પાડી જૂગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર લાલપી નદીના પુલની નીચે કેટલા શખ્સો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે બી. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. એમ. એફ. ડામોર  તથા જયદીપસિંહ બોરાણા સહિતે લાલપરી નદીના પુલ નીચે દરોડો પાડી જૂગાર રમતા સંત કબીર રોડ આંબાવાડી શેરી નં. ર ના શૈલેષ કેશુભાઇ ઝંઝવાડીયા, કુવાડવા રોડ શીવનગર શેરી નં. ૧ ના મુકેશ હરીભાઇ રાઠોડ, શીવનગર શેરી નં. ૩ ના નીલેષ બાબુભાઇ ધલસાણીયા તથા નવાગામ આવાસ યોજના કવાર્ટરના સીકંદર આમદભાઇ ઠેબાને પકડી લઇ રૂ. ૧૧૩ર૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે ચારેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(2:48 pm IST)