રાજકોટ
News of Thursday, 3rd December 2020

એરલાઇન્સના પ્રશ્ને ચેમ્બરની રજુઆત

રાજકોટ -સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તથા લોકો રોજ-બરોજ રાજકોટ-મુંબઇ તથા રાજકોટ -દિલ્હી હવાઇ સેવા મારફતે મુસાફરી કરતા હોય છે. ત્યારે તેઓને વધુ સારી હવાઇ સેવા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા તથા માનદ્મંત્રી નૌતમભાઇ બારસીયાએ રાજકોટ એરપોર્ટ ખાતે નવા નિયુકત થયેલ ડાયરેકટરશ્રી દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લઇ રાજકોટની એરલાઇન્સની સુવિધા અર્થે રજુઆત કરી હતી. રાજકોટ -મુંબઇ તથા રાજકોટ -દિલ્હી માટે ઇન્ડીંગો એરલાઇન્સ ફલાઇટ શરૂ કરવા તાત્કાલીક એર કાર્ગો સર્વિસ પણ શરૂ કરવા. તેમજ રાજકોટ -દિલ્હી વાયા ઉદયપુર માટે ડેઇલી ફલાઇટ તથા રાજકોટ બેંગ્લોર વાયા મુંબઇ ડેઇલી ફલાઇટ વહેલી તકે શરૂકરવા રજુઆત કરીહતી. રજુઆત અંગે એરપોર્ટ ડાયરેકટરશ્રીએ હકારાત્મક અભિગમ દર્શાવી આ અંગે તાત્કાલીક યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે.

(2:43 pm IST)