રાજકોટ
News of Thursday, 3rd December 2020

મોબાઇલમાં તીનપતીનો જુગાર રમતો સાવન ધોળકીયા પકડાયો

રાજકોટ,તા. ૩: યાજ્ઞીક રોડ પર રામકૃષ્ણ ડેરી પાસે મોબાઇલ ફોનમાં તીનપતીનો જુગાર રમતા શખ્સને એ ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શનના હેઠળ પીએસઆઇ જે.એમ. ભટ્ટ તથા એએસઆઇ બી.વી. ગોહીલ, ડી.બી.ખેર, હેડ કોન્સ. હારૂનભાઇ, વિરેન્દ્રસિંહ, મૈલીકભાઇ, રામભાઇ વાંક, નરેશભાઇ તથા મેરૂભા ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. હારૂનભાઇ ચાનીયા તથા કોન્સ. રામભાઇ વાંકને મળેલી બાતમીના આધારે યાજ્ઞીક રોડ પર રામકૃષ્ણ ડેરી પાસેથી મોબાઇલ ફોનમાં તીનપતીનો જુગાર રામતા સાવન હરેશભાઇ ધોળકીયા (ઉવ. ૨૭) (રહે. સોની બજાર બેડીનાકા ટાવર પાસે કામેશ્વર ગોપાલજીની શેરી)ને પકડી લઇ રૂ.૧,૦૦૦ રોકડ તથા મોબાઇલ મળી રૂ. ૧૫ હજારની મતા કબ્જે કરી હતી.

(11:31 am IST)