રાજકોટ
News of Tuesday, 3rd December 2019

દુષ્કર્મનો આરોપી તાકીદે પકડાતા રાજકોટ પોલીસે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરી આશીર્વાદ લીધા

 

રાજકોટ : રાજકોટમાં દુષ્કર્મનો આરોપી જલ્દી ઝડપાઇ જાય એટલે ક્રાઇમ બ્રાંચની ટીમ ચોટીલા ચામુંડા માતાજીના આશીર્વાદ લેશે એવી માનતા રાખવામાં આવી હતી. માનતા પુરી થતા રાજકોટ પોલીસની ટીમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શેન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.

 

  રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાની ઘટનાને લઇને સમગ્ર રાજકોટમાં હાહાકાર મચી ગયો હતો. દુષ્કર્મના આરોપીને પકડવો પણ પોલીસ માટે પડકાર બની ગયો હતો. પરંતુ રાજકોટ પોલીસની અલગ અલગ 10 જેટલી ટીમો દ્વારા સતત 24 કલાક રાત દિવસ એક કરી આરોપીને પકડી પાડ્યો હતો.

    24 કલાકમાં આરોપી પકડાઈ જતા રાજકોટની જનતા પણ પોલીસ પર ગર્વ મહેસુસ કરતી હતીજાણે કે માતાજીએ પણ પોલીસની પ્રાર્થના સાંભળી ગણતરીની કલાકોમાં આરોપી શોધવામાં પોલીસને સફળતા અપાવી હતી. કારણે રાજકોટ પોલીસ પણ માતાજીના આશીર્વાદ લેવા તાત્કાલિક ચોટીલા માં ચામુંડા ના શરણે પહોંચી ગઈ અને આશીર્વાદ મેળવ્યા હતા.

(10:47 pm IST)