રાજકોટ
News of Tuesday, 3rd December 2019

ઉના પંથકની સગીર બાળાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો!...દૂષ્કર્મનો ભોગ બની કે પરિચીતે કાળો કામો કર્યો?

ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા.૩ઃ ઉના પંથકના એક પરિવારની ૧૬ વર્ષની દિકરીએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપતાં ચકચાર જાગી છે. ખાનગી હોસ્પિટલમાંથી આજે સાંજે આ બાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ૧૫ થી ૧૬ વર્ષની સગીરાને મવડી ઓમનગર વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં તા. ૨ના રાતે ડિલીવરી થઇ હતીઃ ત્યાંથી આજે સાંજે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં ઉના પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ છે. આ સગીરા કોઇ દૂષ્કર્મનો ભોગ બની કે પછી કોઇ પરિચીતે ભોળવીને હવસખોરી આચરી? તે અંગે પોલીસ તપાસ કરશે.

(4:51 pm IST)