રાજકોટ
News of Tuesday, 3rd December 2019

પોસ્ટલના બચત ખાતા સાથે લિન્ક કરી બેન્કીંગની તમામ સુવિધા મેળવોઃ ડોર સ્ટેપ દ્વારા પણ અનેક સુવિધાઓ

રાજકોટ, તા. ૩ : સિનિયર પોસ્ટ માસ્તરની યાદી જણાવે છે કે, પોસ્ટ ઓફીસમાં IPPB એકાઉન્ટ ખોલવાની સુવિધા ઉપલબ્ધ હોય, જેના માટે કોઇ પણ ફોર્મ ભરવાની જરૂર નથી. વળી આ ખાતાને પોસ્ટ ઓફીસના બચત ખાતા સાથે લિન્ક કરીને બેન્કીંગની તમામ સુવિધા મેળવી શકાય. આ ખાતા થકી ડોર સ્ટેપ બેન્કીંગનો લાભ આપવાના પોસ્ટમેન દ્વારા મેળવી શકાય છે. તેમાં મોબાઇલ બેન્કીંગ , ઇન્ટરનેટ બેન્કીંગ, SMS બેન્કીંગ, miss call બેન્કીંગીની સુવિધા છે. આ ખાતામાંથી NEFT, IMPS, RTGS, UPI, AEPS દ્વારા નાણાકીય વ્યવહાર કરવાની સગવડતા ઉપલબ્ધ છે. તમામ પ્રકારના બિલ ચૂકવણી વગેરેની સગવડતા ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફીસની જુદી જુદી સેવાઓ જેમ કે રજીસ્ટર, સ્પીડ પોસ્ટ, પાર્સલ વગેરે માટેની ચૂકવણી પણ આ ખાતામાંથી થઇ શકશે. 

શિષ્યવૃતિ, ગેસ સબસીડી વગેરે અન્ય સહાય માટે પણ આ ખાતું ઉપયોગી છે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી  MOBILE BANKING APP  ડાઉનલોડ કરી ઘરે બેઠા મોબાઇલ બેંકિંગનો લાભ લઇ ઉપરોકત સગવડો મેળવી શકાય છે. આ ખાતું આપની નજીકની કોઇપણ પોસ્ટ ઓફીસમાં ખોલી શકાશે. રજીસ્ટર બુકિંગ, સ્પીડ પોસ્ટ બુકીંગ, ગેસ બીલ ચુકવણું ટેલીફોન બિલ ચુકવણું  PLI-RPLI  નું પ્રીમીયમ ભરવા તથા એકાઉન્ટ ખોલવા માટે પોસ્ટ ઓફીસ આવવાની જરૂર નથી. આ બધા કાર્યો આપના એરીયાના પોસ્ટમેનને આપીને ઘર બેઠા કરાવી શકો છો.

(4:15 pm IST)