રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રજુઆત સાંભળવામાં ઉદિત અગ્રવાલના ઠાગાઠૈયાઃ યુનિયનો લાલઘુમ

કર્મચારીઓના બઢતી, બદલી, ફીલ્ડસ્ટાફની હાજરી, ખાલી જગ્યાઓ પર ભરતી સહીતનાં પ્રશ્નોની રજુઆત માટે યુનીયનના હોદેદારો બે દિવસથી ધક્કા ખાઇ રહયા છેઃ કાલે રજુઆત નહી સાંભળે તો નવાજુનીના એંધાણ

આજે મ્યુ. કમિશ્નર કર્મચારીઓની રજુઆત સાંભળવા માટે સમય નહી ફાળવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં કમિશ્નર ચેમ્બર બહાર એકત્રીત થયા હતા. તે વખતની તસ્વીરમાં યુનીયનનાં પ્રમુખજયેન્દ્રમેતા કર્મચારીઓને સંબોધી રહેલા દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૩ : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, કર્મચારીઓની રજૂઆત સાંભળવા માટે સમય નહીં આપતા હોવાના આક્ષેપો સાથે યુનિયનના અગ્રણીઓએ આ મુદ્દે જો આવતીકાલે મ્યુ. કમિશનરશ્રી સમય નહીં ફાળવે તો નવા-જુની કરવાના નિર્દેશો આપ્યા છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદના પ્રમુખ જયેન્દ્ર મહેતા, દિલીપ ચતવાણીએ આજે મ્યુ. કમિશનરને પણ પત્ર પાઠવી અને રજૂઆત કરી હતી કે, 'કર્મચારીઓના બઢતી, ફેઇસ ડીટેકટરથી હાજરી પૂરવામાં ટેકનીકલ ધાંધીયા, ફિલ્ડર સ્ટાફની હાજરીમાં સર્જાતી મુશ્કેલીઓ, જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ મુજબ સેનિટેશન ઓફીસરની ૬ ખાલી જગ્યા ભરવા બાબતે, જુનિયર કલાર્ક કમ કોમ્પ્યુટરની સમાન લાયકાતો અંગે સહિતના પ્રશ્નોની રજૂઆત માટે છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરવા છતાં આજ દિન સુધી મ્યુ. કમિશનરશ્રીએ મુલાકાતનો સમય ફાળવ્યો નથી.'

 દરમિયાન આજે પણ મ્યુ. કમિશનર નહીં મળતા યુનિયનના આગેવાનો આ મુદ્દે લાલઘુમ થયા હતાં અને હવે આવતીકાલે જે મ્યુ. કમિશનર ે રજૂઆતો નહીં સાંભળે તો જેટલા  બને તેટલી વધુ માત્રામાં કર્મચારીઓ એકત્રીત થઇ અને આ પ્રશ્ને નવા-જુની કરશે તેવો સ્પષ્ટ નિર્દેશ યુનિયનના આગેવાનોએ આપ્યો છે.

(3:57 pm IST)