રાજકોટ
News of Tuesday, 3rd December 2019

હૈવાન ઝડપથી ઝડપાઇ જાય એ માટે પોલીસે ચોટીલા દર્શનની માનતા પણ રાખી હતી

રાજકોટઃ આઠ વર્ષની બાળાનું અપહરણ કરી દૂષ્કર્મ આચરવાની ઘટના જાહેર થતાં અને બાળાએ ઘટનાનું વર્ણન કરતાં જ પોલીસ  અધિકારીઓ, કર્મચારીઓ હચમચી ગયા હતાં અને કોઇપણ ભોગે હવસખોરને દબોચી લેવાનો નિર્ણય કરી સતત દોડધામ શરૂ કરી દીધી હતી. ઘટના એવી હતી કે પોલીસે પોતાની તમામ ટીમો હૈવાનને ઝડપી લેવા કામે લગાડી હતી. પોલીસને પોતાની તાકાતની ક્ષમતા પર કોઇ શંકા નહોતી પરંતુ ઘટના જ એવી હતી કે ધાર્મિક આસ્થાનો પણ સહારો લેવો પડ્યો હતો. આરોપી તાકીદે ઝડપાઇ જાય એટલે ક્રાઇમ બ્રાંચની ટીમ ચોટીલા મા ચંડી ચામુંડાને નતમસ્તક થઇ આશીર્વાદ મેળવશે એવી માનતા રખાઇ હતી. આ માનતા આજે પી.આઇ. એચ. એમ. ગઢવી અને તેમની ટીમે પુરી કરી હતી.

(3:55 pm IST)