રાજકોટ
News of Tuesday, 3rd December 2019

આર.ડી.એન.પી. પ્લસ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી : રેલી, પોસ્ટર પ્રદર્શન સહિતના કાર્યક્રમો

રાજકોટ : વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ.આઇ.વી. એઇડ્સ (આર.ડી.એન.પી. +) દ્વારા 'કોમ્યુનીટીઝ મેક ધ ડીફરન્ટસ' થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અમદાવાદ, જિલ્લા એચ.આઇ.વી. નિયંત્રણ એકમ, મહાનગરપાલીકા, ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઇ.વી./એઇડ્સ તથા જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ જનજાગૃતિ રેલીને મ્યુ. કોર્પો. ચોક ખાતેથી કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયુ હતુ. મુખ્ય માર્ગો પર ફરી આ રેલી ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં સમાપન પામી હતી. રેલી દરમિયાન સુત્રોચ્ચાર, બેનર, રેડ રિબન સહીતના કાર્યક્રમો અપાયા હતા. ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં એક સિગ્નેચર કેમ્પેઇન રાખવમાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પોસ્ટર પ્રદર્શન ગોઠવી લોકોને માહીતગાર કરાયા હતા. આ પ્રસંગે સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના એડીશ્નલ પ્રોજેકટ ડાયરેકટર ડો. રાજેશ ગોપાલ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડીન ગૌરવી ધ્રુવ, પી.ડી.યુ. હોસ્પિટલના સુપ્રિટેન્ડટ ડો. મનીષ મહેતા, પદ્દમ કુંવરબા હોસ્પિટલના સી.ડી.એમ.ડી. યોગેશ દવે, સી.ડી.એચ.ઓ. ડો. મિતેશ ભંડેરી, જિલ્લા ટી. બી. એન્ડ એચ.આઇ.વી.  ઓફીસર ડો. એસ.જી. લકકડ, આર.એમ.સી. મેડીકલ ઓફીસર ડો. ચુનારા, આર.એમ.સી. નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, એફ.પી.એ.આઇ.  પ્રમુખ મહેશભાઇ મહેતા, પી.આઇ. સેજલબેન પટેલ, પૂર્વ મેયર ડો. જયમન ઉપાધ્યાય, ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટના મેનેજર નરેન્દ્રભાઇ ઝીબા, ઓ.આર.બી. વીટ્રીફાઇડના ડાયરેકટર દર્શનભાઇ કનેરીયા, ઓજસ્વી ફાઉન્ડેશનના ચેરપર્સન હેમલબેન દવે, શિક્ષણવિદ્દ ગિજુભાઇ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દરેક જિલ્લામાં એચ.આઇ.વી. ક્ષેત્રે કાર્યરત વિવિધ સેન્ટર પૈકી સારી કામગીર કરનારને પારિતોષિક અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરાયા હતા. સારવાર, સંભાળ અને કાળજીની બાબતો રજુ કરતા પોસ્તરનું વિમોચન કરાયુ હતુ. વિવિધ કોલેજોમાં યોજવામાં આવેલ ચિત્રકામ સ્પર્ધાના વિજેતાઓને પણ પારીતોષિક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરાયા હતા.

(3:53 pm IST)