રાજકોટ
News of Tuesday, 3rd December 2019

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટસ ડ્રેસ- બુટ- મોજાનું વિતરણ

પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા લાલ બહાદુર શાસ્ત્રી શાળા નં. ૧૪  તથા કસ્તુરબા શાળા નં. ૫૩ ના તમામ વિદ્યાર્થીઓને દાતા તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી એક લાખ ત્રીસ હજારની રકમના સ્પોર્ટસ ડ્રેસ, બુટ, મોજા આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી સ્વ. હિતેષભાઇ મહેતાની પ્રથમ પૂણ્યતીથી નિમિતે આઇસ્ક્રીમ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે ધારાસભય અરવિંદભાઇ રૈયાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર મુકેશભાઇ રાદડીયા, પરેશભાઇ પીપળીયા, સજુબેન રબારી, પ્રિતિબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, શિક્ષણ સમિતિના સદસ્ય મુકેશભાઇ મહેતા, અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડીયા, અગ્રણી ખીમજીભાઇ મકવાણા, ભરતભાઇ મકવાણા, અનિલભાઇ મકવાણા, પ્રભાતભાઇ ડાંગર, રામભાઇ ગરૈયા, અબ્બાસભાઇ લક્ષ્મીધર, વાલજીભાઇ નંદા, રતનશીભાઇ માલી, ભરતભાઇ લીંબાસીયા, સ્થાનીક અગ્રણીઓ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને ડ્રેસ આપી પ્રોત્સાહીત કર્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓ વર્ણવી મહેમાનોનું સ્વાગત સંસ્થાના પ્રમુખ તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડે અને અંતમાં આભારવિધિ હરેશભાઇ પરમારે તેમજ સંચાલન નરેન્દ્રભાઇ ભાડલીયાએ કરેલ.

(3:53 pm IST)